રાજકીય હતાશા વચ્ચે કૃષિ કાયદો પરત ખેંચાયો પણ આંદોલન યથાવત રહ્યું?!

સુપ્રીમકોર્ટે ખેડૂત આંદોલનકારી નેતાઓનો અધિકાર સુરક્ષિત કર્યો અને સરકારને તક આપી પણ સરકાર ન સમજી શકતા આખરે રાજકીય હતાશા વચ્ચે કૃષિ કાયદો પરત ખેંચાયો પણ આંદોલન યથાવત રહ્યું?!
ન્યાયનું વહાણ સરકારનો સૌથી મજબૂત આધાર સ્તંભ છે!
ડાબી બાજુથી ઈનસેટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના જે તે સમયના ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે ની છે જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ શ્રી વી. રામા સુબ્રમણ્યમ ની છે તેમની સમક્ષ ખેડૂત આંદોલનકારીઓને કારણે રસ્તા બ્લોક થઈ જતા ખેડૂતોને હટાવવા અને આંદોલન પર પાબંધી લગાવવા એક રિટ પિટિશન દાખલ કરી હતી!
આ સંદર્ભે તારીખ ૧૬ ૧૨ ૨૦૨૦ માં રોજ સુનાવણી ના સંદર્ભે સુપ્રીમ કોર્ટે આંદોલનકારીઓની હટાવવા પર કોઈ જ હુકમ કર્યો ન હતો એટલું જ નહીં ખેડૂતોને પક્ષકાર બનાવા નિર્દેશ કર્યો હતો આ દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કૃષિકાયદા ઉપર ‘સ્ટે’ ના આપવા જાેરદાર દલીલો રજુ કરી હતી
પરંતુ સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારની માગણી ફગાવી કૃષિકાયદાનો અભ્યાસ કરી પક્ષકારોને સાંભળી તારણ કાઢવા પાંચ સભ્યોની કમિટીની નિમણૂક કરી દીધી હતી! સુપ્રીમ કોર્ટે સરકારને ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવી ભૂમિકા અદા કરી સરકારને કૃષિકાયદા ઉપર વાટાઘાટો કરી માં સ્વમાનભેર સમાધાન કરવાની તક આપી હતી
પરંતુ સરકારનું નેતૃત્વ કરતા નેતાઓ આ તકને સમજી શક્યા નહીં! અને વધુ ખેડૂત આંદોલનકારીઓએ જાન ગુમાવતા પરિસ્થિતિ વધુ વણસી જતા આખરે ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જાેગ માફી માગીને વ્યૂહાત્મક ઉદારતા બતાવી છે પરંતુ ખેડૂતોએ અનેક પ્રશ્ને સરકાર સાથે વાટાઘાટો કરી સમાધાન નહીં ખાત્રિ ઈચ્છે છે!
(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
શીખસંત રામસિંહે આત્મહત્યા કરતા ખેડૂતોની વેદનાભરી સંવેદના મજબૂત બની
અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને કહ્યું છે કે ‘‘અદાલત ની સત્તાઓ વ્યક્તિના અધિકારો અને સરકારની ખાસ સત્તા ઓની છેવટની રક્ષક ગણાય છે’’!! જ્યારે અમેરિકાના પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન એ કહ્યું છે કે ‘‘ન્યાય નું વહાણએ સરકારનો સૌથી મજબૂત આધાર સ્તંભ છે’’!! દેશમાં શ્રી નરેંદ્રભાઈ મોદીની સરકારે એવા દાવા સાથેકૃષિ કાયદાઓ લાવી હતી
કે આ કાયદાઓ દેશને પ્રગતિશીલ ઉર્જા પૂરી પાડશે! પરંતુ ખેડૂતોના અભૂતપૂર્વ કૃષિ આંદોલન પછી સરકારે એમ કહી કાયદો પાછો ખેંચી રહી છે કે તેઓ પોતાનો દ્રષ્ટિકોણ ખેડૂતોના એકવર્ગ ને સમજાવવામાં નિષ્ફળ ગયા છે! અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે ‘‘પોતે રાષ્ટ્રની માફી માંગીને ત્રણે કૃષિ કાયદાઓ પરત ખેંચે છે’’!!
પરંતુ આ પરિસ્થિતિને પરોક્ષ રીતે ભારતની સુપ્રીમકોર્ટના જે તે સમયના ચીફ જસ્ટીસ શ્રી એસ.એ.બોબડે, જસ્ટીસ શ્રી એસ બોપન્ના જસ્ટીસ શ્રી વિ રામસુબ્રમણ્યમ ની ખંડપીઠે કરેલો પ્રયાસ કેન્દ્ર સરકાર સમજી ના શકી અને વ્યૂહાત્મ્ક રીતે સુપ્રીમ કોર્ટમાં આંદોલનકારીઓને કરાયેલી રિટ પિટિશનમાં સુપ્રીમ કોર્ટે દેખાવકારોને રસ્તા પરથી હટાવવા કરેલા ઇન્કાર પછી પણ પરિસ્થિતિ કોઈ ના સમજતા અંતે સરકારે ત્રણે કૃષિ કાયદાઓ ખેડૂતોએ આપેલા બલીદાનો પછી પાછા ખેંચવા પડ્યા છે!
શીખસંત બાબારામ સિંહે ખેડૂતોના સમર્થનમાં ઐતિહાસિક સંવેદના રજૂ કરી ને કરેલી આત્મહત્યા બાદ અન્ય ખેડૂતોએ પણ આત્મહત્યા કરી આ દરમિયાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ખેડૂતોના સમર્થનમાં આંદોલન ચલાવનારાઓને ‘આંદોલનજીવી’ કહ્યા તો ભાજપના સરકારના કેટલાક પ્રધાનો એ આંદોલનકારીઓ ને આતંકીઓ સાથે ખાલિસ્તાની સાથે પાકિસ્તાનની સાથે સરખાવતા ઊભી થયેલી કડવાશ એ દેશની કેન્દ્ર સરકારે વિશ્વાસનીયતા ગુમાવતાં આંદોલન અનેક મુદ્દા સાથે ચાલુ રહ્યું છે!!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે ‘‘બાર વિદ્વાન બુદ્ધિજીવીઓ કરતા બાર ખેડૂતોના હાથે મૂલ્યાંકિત થવાનું હું વધુ પસંદ કરીશ”!! સરકારે કૃષિ કાયદાઓ લાવતા પૂર્વે દેશના ખેડૂતો અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરી કાયદા ની રચના કરી હોત! સંસદમાં વ્યાપક ચર્ચા પણ થવા દીધી હોત તો કેન્દ્ર સરકારને કૃષિ કાયદાઓ પાછળ ખેંચીને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાવું ના પડ્યું હોત અને બાબારામસિંહ જેવા સંત કક્ષાના વ્યક્તિએ ખેડૂત આંદોલનના ટેકામાં આત્મહત્યા કરી પોતાનો કિંમતી જાન ગુમાવોના પડ્યો હતો!
સંતબાબારામસિંહ એ કરેલી આત્મહત્યા દરમિયાન તેમણે અભિવ્યક્ત કરેલી સંવેદના પરી વેદના અને શબ્દો લોકશાહી મૂલ્ય માં શ્રદ્ધા ધરાવતા આત્મા ને હચમચાવી નાખનારા છે! સંત બાબા રામ સિંહે કહ્યું હતું કે ‘‘ખેડૂતોના દુઃખ જાેયું પોતાના હક્કો મેળવવા પરેશાન છે! મારું હૃદય બહુ દુઃખી છે! સરકાર ‘ન્યાય’ આપી રહી છે, આ જુલ્મ છે!
જુલ્મ કરવો પાપ છે! જુલ્મ સહન કરવો પાપ છે! ખેડૂતોએ હક અપાવવા બધાએ અહીં યોગદાન આપ્યું છે! ઘણાએ એવોર્ડ પરત કર્યા છે તેથી આ દાસ (સંત બાબા રામ સિંહ) ખેડૂતોના સમર્થનમાં અને સરકારના જુલ્મ વિરુદ્ધ માં આત્મહત્યા કરી રહ્યા છે, મારું આ પગલું જુલ્મ વિરુદ્ધ અને ખેતી કરતા લોકોના હક માટે છે
‘વાહે ગુરુજી દા ખાલસા વાય ગુરુજી દે ફતેહ’ આજે કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત જાન ગુમાવતાં ખેડૂતો ને શ્રદ્ધાંજલિ બની રહેશે પરંતુ તેના કારણે ખેડૂતોના દિલ પર એટલા ઘેરા ઘા છે કે સરકાર પર વિશ્વાસ ડગી ગયો હોઇ કેટલાક મહત્વના પ્રશ્નો ન ઉકેલાય ત્યાં સુધી આંદોલન વધુ અસરકારક બનાવવા નો ધનુષ્ય ટંકાર કર્યો છે