રાજકોટ પોલીસના હાથમાં અત્યાધુનિક હથિયાર આવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Rajkiot.jpg)
રાજકોટ, રાજ્યમાં ટ્રાફિકના નિયમો તો અનેક બનાવવામાં આવે છે અને સરકાર અને તંત્ર તેનું પાલન કરાવવા માટે અનેક પ્રવૃતિઓ કરે છે. પરંતુ આપણા શાણા ગુજરાતીઓ ટ્રાફિકના નિયમો તોડવામાં અવ્વલ છે. પરંતુ હવે એવું નહીં બને.
આવનાર સમયમાં રાજકોટમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારની હવે ખેર નથી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ ટ્રાફિક વિભાગને અત્યાધુનિક બનાવવાની દિશામાં જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.
હવે જાે હાઈવે પર અકસ્માત થાય તો તાત્કાલિક મદદ મળી રહે તેના માટે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ અત્યાધુનિક સાધનોથી વધુ સજ્જ બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા જીલ્લા ટ્રાફિક શાખાને ઇન્ટર કાર આધુનિક સાધનો દ્વારા સજ્જ કરી આપવામાં આવી છે.
તેમાં સ્પીડ ગન, લેઝર ટ્રેક પ્રિન્ટર, જીપીએસ સિસ્ટમ, CCTV જેવા કેમેરા પણ રાખવામાં આવ્યા છે. જે ઇનોવા ઇન્ટર સેપ્ટર કારમાં વધુ સ્પીડથી વાહન ચલાવનાર તેમજ કાળા કાચ રાખનાર અને સીટ બેલ્ટ ન પહેનાર શખ્સોને આ અત્યાધુનિક કારની મદદથી સ્થળ પર જ પકડી પાડવામાં આવશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત આધુનિક સાધનોથી સજ્જ બોલેરો પણ ટ્રાફિક શાખાને આપવામાં આવી છે. જે અકસ્માત સમયે લોકોને મદદરૂપ થશે. આ બોલેરો કાર પર હાઇવે પેટ્રોલ કારમાં હેલોજન લાઈટ, ઇલેક્ટ્રિક મોટર હાઇડ્રોલિક જેક, આધુનિક બેટરી રસ્તો જેવા સાધનોથી સજ્જ કરવામાં આવી છે. આ કારના ઉપયોગથી અકસ્માતમાં ફસાયેલા માણસોને તાત્કાલિક મદદ મળી રહે તેવા સાધનો ઉપલબ્ધ છે, જેના ઉપયોગથી લોકોની જિંદગી બચાવી શકાશે.SSS