તેલંગણાના આઇએમએસ કૌભાંડમાં ઇડીએ રૂ. ૧૪૪ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ તેલંગણામાં કિથત ઇન્સ્યુરન્સ મેડીકલ સ્કીમ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસમાં ૧૪૪ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ ૧૩૧ સિૃથર મિલકતો ટાંચમાં લેવા માટે પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો.
આ ૧૩૧ સિૃથર મિલકતોમાં ૯૭ પ્લોટ, છ વિલા, ૧૮ કોમર્શિયલ દુકાનો, છ ખેતીની જમીનના પ્લોટ, હૈદરાબાદમાં ચાર ફલેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેલંગણા, આંધ્ર પ્રદેશ, બેંગાલુરૂ અને નોઇડાના કેટલાક વિસ્તારોની સિૃથર મિલકતોનો પણ સમાવેશ થાય છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ સિક્યુરિટી અને ફિકસ્ડ ડિપોઝીટના સ્વરૂપે ચાલુ મિલકતો પણ ટાંચમાં લીધી છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ તમામ સંપત્તિઓનું કુલ મૂલ્ય ૧૪૪.૪ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.
ઇડીએ તેલંગણા એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી) દ્વારા દાખલ કરવામાં આવેલી આઠ એફઆઇઆરનો અભ્યાસ કર્યા પછી મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. આ એફઆઇઆર ઇન્સ્યુરન્સ મેડીકલ સ્કીમ(આઇએમએસ)ના અધિકારીઓ અને દવાઓના સપ્લાયર્સ સહિતના લોકો સામે દાખલ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓએ મળીને કરેલા કૌભાંડને પગલે રાજ્ય સરકારને કુલ ૨૧૧ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
ઇડીએ વધુમાં જણાવ્યું છે કે આઇએમએસના તત્કાલીન ડાયરેક્ટર ડો. દેવિકા રાનીએ જાેઇન્ટ ડાયરેક્ટર અને અન્ય સ્ટાફ સાથે મળીને આ કૌભાંડ આચર્યુ હતું. આરોપીઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે તેમણે દવાઓ ખૂબ જ ઉંચા ભાવે ખરીદી હતી. દવાઓના સ્ટોકના ખોટા રજીસ્ટર બનાવવામાં આવ્યા હતાં. લાંચની મદદથી ૬.૨૮ કરોડ રૂપિયાની જ્વેલરી ખરીદવામાં આવી હતી.AR