અધિકારીઓના ત્યાંથી રોકડ, સોનું, સંપત્તિના દસ્તાવેજ મળ્યા
મેંગલુરૂ, કર્ણાટકમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ૧૫ જેટલા સરકારી અધિકારીઓના ઘરે રેડ પાડવામાં આવતી છે. આ ૧૫ આધિકારીઓના કુલ ૬૦ ઠેકાણા પર એક સાથે રેડ પાડવામાં આવતાં મોટી સંખ્યામાં બેનામી રોકડ, સોનું અને સંપત્તિના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે. આ સપંત્તિ એટલી હતી કે એસીબીના રેડ મારનાર અધિકારીઓની પણ આંખો પહોળી થઈ ગઈ હતી.
કર્ણાટક સરકારના ૧૫ અધિકારીઓ વિરુદ્ધ પાડવામાં આવેલી રેડમાં ૮ એસપી, ૧૦૦ અધિકારીઓ અને ૩૦૦ કર્મચારીઓની ટીમ સામેલ થઈ છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની ટીમે આ સરકારી અધિકારીઓના ૬૦ જેટલા સ્થાને રેડ પાડીને તપાસ શરું કરી છે.
એસીબીના અધિકારીએ કહ્યું કે તપાસ બાદ અમારા અધિકારીઓ તમામ ડોક્યુમેન્ટની ખરાઈ તપાસી રહ્યા છે અને તેમાંથી કેટલી સંપત્તિ બેનામી છે તેનો કયાસ લગાવી રહ્યા છે. એન્ટિ કરપ્શન બ્યુરોની આ રેડમાં કુલ ૮.૫ કિલો સોનું અને લાખો રુપિયા કેશમાં મળી આવ્યા હતા.
એસીબી અધિકારીએ કહ્યું કે કુલ મળેલા સોના પૈકી લગભગ ૭ કિલો સોનું એટલે કે રુ ૩.૫ કરોડ રુપિયાની કિંમતનું સોનું કૃષિ વિભાગના સંયુક્ત નિર્દેશક ટીએસ રુદ્રેશપ્પાના ઘરેથી મળી આવ્યું હતું. તેમજ તેમના ઘરેથી ૧૫ લાખ રુપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ગોકકકેના સીનિયર મોટર ઇન્સ્પેક્ટર સદાશિવ મારલિંગન્નાવરના ઘરેથી ૧.૧૩૫ કિલોગ્રામ સોનું અને ૮,૨૨,૧૭૨ રુપિયા કેશ મળી આવ્યા હતા.
એક નિવેદનમાં એસીબીએ ક્યા અધિકારીઓના ઘરે રેડ મારી છે તે અંગે જણાવ્યું હતું કે જેમાં મેંગલુરુ સ્માર્ટ સિટી લિમિટેડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે એસ લિંગગોવડાની મિલકતો પર દરોડા પાડવામાં આવ્યા હતા; લક્ષ્મીનરશિમૈયા, ડોડડબલ્લાપુર ખાતે મહેસૂલ નિરીક્ષક; શ્રીનિવાસ કે, હેમાવતી લેફ્ટ બેંક કેનાલ (એચએલબીસી) એક્ઝિક્યુટિવ એન્જિનિયર, મંડ્યા; વાસુદેવ, નિર્મિતિ કેન્દ્રના ભૂતપૂર્વ પ્રોજેક્ટ મેનેજર; બી કૃષ્ણરેડ્ડી, કર્ણાટક મિલ્ક ફેડરેશન (કેએમએફ) ના નંદિની મિલ્ક પ્રોડક્ટ્સના જનરલ મેનેજર; એ કે મસ્તી, સાવદત્તી નગર ખાતે સહકારી વિકાસ અધિકારી; સદાશિવ મારલિંગન્નાવર, ગોકાક ખાતે વરિષ્ઠ મોટર નિરીક્ષક; નાથાજી હીરાજી પાટીલ, હુબલી ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ (હેસકોમ) ના ગ્રુપ કર્મચારી; કે એસ શિવાનંદ, નિવૃત્ત સબ-રજિસ્ટ્રાર; રાજશેકર, યેલાહંકા સરકારી હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ; મયન્ના એમ, ફર્સ્ટ ડિવિઝન ક્લાર્ક, બ્રુહદ બેંગલુરુ મહાનગરા પાલિકા (બીબીએમપી) ખાતે મુખ્ય રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગ; એલ સી નાગરાજ, સાકાલા સેવાઓના કેએએસ અધિકારી; જી વી ગીરી, યશવંતપુરા બીબીએમપી ના ગ્રુપ ડી કર્મચારી; અને એસએમ બિરાદર, પીડબલ્યુડી વિભાગ જુનિયર એન્જિનિયર, જેવર્ગી. આ અધિકારીઓના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી હતી.SSS