Western Times News

Gujarati News

ઓછું વજન હોય તો વજન વધારવા માટે આટલું કરો

શરીર ખુબ પાતળું હોય અને વજન વધારવું હોય તો.  આવી જ સ્થિતિ આજે વજન વધારવા ને ઘટાડવા વાળા લોકો ની છે.  વજન ના વિચારો અને તેની ચિંતા માં, તેની ભ્રમ જાળ માં અહી થી તહીં ફર્યા કરે છે. અશ્વગંધા, જીંન્સેંગ, અડદિયા પાક નું સેવન કરે છે. આથી કોઇ ને ફાયદો થાય પણ ખરો. કોઇ વળી સ્ટિરોઇડ પણ લ્યે. If underweight, do this to gain weight

તેઓ બિચારા જાણતા નથી. પરંતુ દવા તેમને માફ કરે નહિ. તેમની કિડની ને હાડકા નબળા પડે છે. તેથી સાચી વાત તો એ છે કે વજન વધારવા માટે આમ તેમ ફરવા કરતા સ્થિર મન થી વિચારી ને વજન નહિ વધવાનું કારણ  શોધીને તેની યોગ્ય સારવાર કરવી જાેઇએ અથવા તેવા યોગ્ય અનુભવી વૈદ્ય ની  સલાહ લેવી જાેઇએ.

ભોજન કરતા પહેલા આદુ ને લવણ સાથે ચાવી જવાથી ભૂખ ખૂબજ લાગે છે. ઓછુ ભોજન. વધુ ખાવાથી વધુ વજન વધે તે માન્યતા ખોટી છે. વધુ ભોજન, જંક ફુડ નું સેવન, મિઠાઈ ને ઠંડા પીણા, રાત્રિ ભોજન ને ભોજન પછી ની ઊંઘ આ બધા થી વજન ચોક્કસ વધે પરંતુ તે સ્થૂળતા લાવે, મધુમેહ ને હાઈ બી.પી નો રોગ પણ સાથે લાવે.

મન શાંત રાખવું. ઘણા દર્દીઓ ને માત્ર બ્રાહ્મી ટીકડી આપીને વજન વધારી શકાયું છે. બ્રાહ્મી મન ને શાંત કરે છે, બુદ્ધિ ની શક્તિ વધારે છે. તેવી જ રીતે મન ને શાંત કરવા માટે પ્રાર્થના, પૂજા, ધ્યાન, પ્રાણાયામ, સ્વાધ્યાય, પ્રકૃતિ માં પરિભ્રમણ એ મન નો ખોરાક છે. રાત્રે વહેલા સૂઇ જવુ, સંયમ, માથા માં માલિસ, નાક માં ગાય ના ઘી ના ટીંપા નાખવા આ બધા પ્રયોગો થી મન શાંત થવાથી વજન વધે છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

પાચન શક્તિ વધારવી ભૂખ બરાબર લાગે, ખાધેલું ને આમદોષ નું પાચન યોગ્ય થતું હોય, વાયુ નું અનુલોમન થાય તો ખાધેલા ખોરાક થી સાતેય ધાતુઓ યોગ્ય પ્રમાણ માં બને અને તેથી શરીર પુષ્ટ થાય. તેથી ભૂખ થી ઓછુ ભોજન તે પાચન સુધારે ને વજન વધારે છે.

અન્ય રોગો ને કારણોઃ શરદી, જીર્ણ તાવ, નાક ના મસા, ગળા  ના કાકડા, પાચન ની  નબળાઇ, મરડો, ચિંતા, ઓછી ઊંઘ, મહેનત વધુ ને ખોરાક ઓછો, સતત ભાગદોડ ભર્યુ જીવન આ ને આવા કારણો થી વજન વધતું નથી. તે તે કારણ ને દૂર કરીએ તો વજન વધી શકે.

સુકા અંજીરના ટુકડાનું ચુર્ણ, ગરમ પાણીમાં ભીંજવી છોતરાં કાઢી નાખેલી બદામનું ચુર્ણ, ખડી સાકરનું ચુર્ણ, એલચીની ભુકી, કેસર, ચારોળી, પીસ્તાં અને બળદાણા બધું સરખા વજને લઈ ગાયના ઘીમાં આઠ-દસ દીવસ ભીંજવી રાખવું. પછી દરરોજ સવારે એકથી બે ચમચી ખાવું.

એનાથી નાનાં બાળકોનાં તેમ જ અશક્ત લોકોનાં રસ, રક્ત, માંસ, મેદ વગેરે સપ્ત ધાતુની વૃદ્ધી થઈ શરીર પુષ્ટ બને છે. જેમનું વજન વધતું જ ન હોય તેમનું પણ આ ઉપચારથી વજન વધવા લાગે છે. સમાન ભાગે તલ અને ખાંડ બબ્બે ચમચા સવાર, બપોર, સાંજ ખુબ ચાવીને ખાવાં.

વળી દરરોજ આહારમાં દુધ ભાત અને ખાંડ જાે અન્ય રીતે હાનીકારક ન હોય તો વધુ પ્રમાણમાં લેવાં. ૧૦૦ મી.લી. દુધમાં એટલું જ પાણી ઉમેરી જરૂરિયાત મુજબ ખાંડ કે સાકર, એલચી અને ૧૦ ગ્રામ અશ્વગંધાનું ચુર્ણ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠારીને પીવાથી દુબળી વ્યક્તીનું વજન વધવા માંડે છે.

આમળાં અને કાળા તલનું સરખે ભાગે બનાવેલું ચુર્ણ ઘી કે મધમાં ચાટવાથી માંસવૃદ્ધી થઈ કૃશતા ઘટે છે. વજન હોવું જાેઈએ એના કરતાં ૨૦% ઓછું હોય તો નીયમીત ખોરાક ઉપરાંત દરરોજ ક્રીમ કાઢી નાખેલ ૫૦૦ મી.લી. દુધ, બે કેળાં, ૧૦૦ ગ્રામ શેકેલી મગફળી અને પાંચ ખજુરની પેશી ખાવાથી અને બેથી ત્રણ લીટર પાણી પીવાથી વજન વધે છે. વજન વધારવા માટે કસરત સૌથી ઉત્તમ ઉપાય છે.

કેળાં વજન વધારવા માટે સારાં ગણી શકાય છે. દિવસમાં ૩ કેળાં તો ખાવાં જાેઈએ. કેળાં સાથે દહીં કે દુધ લેવું પણ  સારું. બનાના મીલ્ક શેક પણ લઈ શકાય. જાે કે આયુર્વેદ મુજબ દુધ સાથે કેળાં વીરુદ્ધ આહાર ગણાય છે.

નાશ્તામાં કે સુતાં પહેલાં ગરમ દુધમાં મધ નાખીને પીવાથી ફાયદો થાય છે. નાગરવેલના એક પાનમાં દરરોજ દસ કાળા મરીના દાણા મુકી ખુબ ચાવીને ખાઈને ઉપર માટલાનું ઠંડુ પાણી પીવાથી બેથી ત્રણ મહીનામાં પાતળો માણસ જાડો થાય છે.
જાે વ્યક્તિનો શરીર વજન અનુક્રમ ૩૦ કે તેનાથી વધારે હોયતો તેવી વ્યક્તિને અતિશય વધુ વજન વાળી – બેડોળ વ્યક્તિ કહે છે.

રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. વિવિધ રોગોને આમંત્રણ આપે છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, પથરી તથા શ્વાસની ગંભીર બિમારીઓનો ભોગ બને છે. આવી વ્યક્તિઓએ તેમની જીવનશૈલી બદલવીજ રહી.

આવી વ્યક્તિઓ જાે કુલ વજનના ૧૦થી ૧૨ % પણ વજન ઉતારેતો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીથી બચી શકે છે. એક વાત ખાસ યાદ રાખો કે કોલેસ્ટેરોલને ૧૦% ઘટાડવાથી હ્રદયનું જાેખમ ૨૦થી ૩૦% ઘટે છે. મધ્યમસરના વ્યાયામથી આ જાેખમ ૩૦ થી ૪૫% ઘટે છે.

તમે વજન ઘટાડવા માંગતા હો અગર તો વજન જાળવવા માંગતા હો તો તમારે ખોરાકમાં યોગ્ય સુધારા વધારા કરવા જાેઈએ. પ્રમાણમાં ધાન્યોમાંથી બનેલી વાનગીઓ તેમજ રેસાયુક્ત ખોરાક વધુ લેવો જાેઈએ. ચરબીયુક્ત તેમજ તળેલી વસ્તુઓ નો આહાર ના લેવો જાેઈએ. ખોરાકમાં લીલા શાકભાજી તેમજ ફળોનો વધુ માત્રામાં ઉપયોગ કરવો જાેઈએ.

ઔષધોઃ અનુભવી વૈદ્ય પાસે રોગ ને તેનું કારણ શોધી ને સાચી સારવાર થઈ શકે. છતાં કેટલાક ઔષધો જણાવું છુ જે ફેમિલી વૈદ્ય ને પૂછી ને લઈ શકાય. ઘઉ, ભેંસ નું દૂધ, ભેંસ નું ઘી, અડદ, દહી, ગોળ ને ઘી, કેળા આ વજન વધારનાર ખોરાક છે., ખજુર ને ઘી માં તળી ને ખાવી. અશ્વગંધા અવલેહ પણ ચમચી લઈ શકાય.

અશ્વગંધારિષ્ટ ૨ થી ૩ ચમચી પાણી સાથે લઈ શકાય.. અશ્વગંધા, શતાવરી  વિદારીકંદ, સૂંઠ, ગંઠોડા ને સરખા ભાગે લઈ દૂધ ને તેથી બમણું પાણી, સાકર સાથે ઉકાળી પાણી બધું જ બાળવું. .. આ ક્ષીરપાક નિયમિત પીવાથી વજન વધે., અશ્વગંધા ઘૃત ૧ થી ૨ ચમચી સવારે- સાંજે દોઇધ સાથે લેવુ.

કાચા ચણા રાત્રે પલાળી ને સવારે ગરમ કરીને વ્યાયામ કરી ને આવ્યા બાદ ભૂખ થી ઓછા ખાવાથી વજન વધે છે. નિત્ય, નિયમિત હળવો વ્યાયામ કરવો જ જાેઇએપ તો જ વજન વધારનાર ખોરાક ને દવા પચી શકે ને વજન વધી શકે. .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.