બાથરૂમમાં સિક્રેટ રૂમ જોઈને બાળક આશ્ચર્યચકિત
નવી દિલ્હી, દરેક બાળક શાળામાં ભણવા કરતાં મિત્રો સાથે મોજ-મસ્તી કરવા જાય છે. જેમણે શાળાકીય જીવન પૂરું કર્યું છે તેમને શાળા સાથે જાેડાયેલી મસ્તી-મજાની વાતો હંમેશા યાદ રહે છે. પરંતુ શાળાની મજા ક્યારેક એવું રૂપ ધારણ કરી લે છે જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી દે છે.
તાજેતરમાં એક બાળક સાથે પણ આવું જ બન્યું જ્યારે તેણે શાળાના બાથરૂમમાં કંઈક એવું જાેયું જેનાથી તેના હોશ ઉડી ગયા. હોન્ડ્યુરસમાં રહેતો વિદ્યાર્થી એડ્યુઆર્ડો મેલેન્ડેઝે તાજેતરમાં ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે જેને માત્ર ૪ દિવસમાં ૨.૫ કરોડથી વધુ લોકોએ જાેયો છે.
વિડિયોમાં વિદ્યાર્થી તેના બાથરૂમમાં પ્રવેશે છે અને તેને કમોડની બાજુમાં એક ક્યુબિકલ બતાવે છે. બાળકે જાેયું કે દિવાલ પરનો કોંક્રીટ દૂર કરવામાં આવ્યો છે અને એક નાનો દરવાજાે ખુલ્લો છે. બાળકે દરવાજાે ખોલતાની સાથે જ તેની અંદર એક નોટ લખેલી હતી, જેને જાેઈને તે દંગ રહી ગયો.
કાગળના ટુકડા પર લખ્યું હતું ‘Enter’ . એ નાનકડા દરવાજાની અંદર ડોકિયું કરતા જ બાળકના હોશ ઉડી ગયા કારણ કે અંદર એક ખાલી ટનલ જેવું બન્યું હતું જેમાં સંપૂર્ણ અંધારું હતું. બાથરૂમમાં તે ગુપ્ત સુરંગ જાેઈને બાળક આશ્ચર્યચકિત થઈ ગયો. સોશ્યલ મીડિયા પર પણ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે.
ઘણા લોકોએ કહ્યું છે કે શક્ય છે કે જ્યાં શાળા છે ત્યાં પહેલા જેલ હોય અને જેલમાંથી ભાગવા માટે કોઈએ તે સુરંગ બનાવી હોય. એક વ્યક્તિએ મજાકમાં તો એમ પણ લખ્યું કે શાળા પોતે જ એક જેલ છે અને કદાચ બાળકોને નાસી છૂટવા માટે સુરંગ બનાવવામાં આવી હશે.
વીડિયોના છેલ્લા ભાગમાં ટનલની અંદરનો નજારો ખૂબ જ ભયાનક હતો. જાે કે તેની અંદર કંઈ દેખાતું નહોતું, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તેમાં પણ કંઈક ભયાનક જાેયું. કોઈએ લખ્યું કે કોઈએ એન્ટર સાઈનનો હાથ અને સ્લીવ જાેયો? જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું કે એન્ટર સાઇન હેઠળ એક હાથ બન્યો છે.