ગામમાં એક વોર્ડ ઘટાડતા ગામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી

નડીઆદ તાલુકાના દવાપૂતરા તાબે એંરડીયાપુરા ગામના લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અગાઉની જેમ બે વોર્ડ યથાવત રાખવા માંગ કરી
(પ્રતિનિધિ)નડીયાદ, નડીઆદ તાલુકના દવાપૂતરા તાબે એંરડીયાપુરા ગામ મા છેલ્લા ૪૦ વર્ષથી બે વોર્ડ ની ફાળવણી છે પરંતુ આ વખતે વોર્ડ રચનામાં ફેરફાર થતાં માત્ર એક વોર્ડ કરી દેતા ગામજનોએ બે વોર્ડ મળે તેની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે જાે આ માંગણી નહીં સંતોષાય તો આગામી ગામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ ચિમકી ઉચ્ચારી છે.
નડિયાદ તાલુકાના દવાપુરા તાબે એરંડિયા પૂરા ના રહીશો જણાવ્યું છે કે દવાપુરા પંચાયત તાબે આવેલ એરંડીયાપુરા ગામ માં છેલ્લા ૪૦ વર્ષથી બે વોર્ડ છે વોર્ડ છ અને વોર્ડ નંબર ૮ ….આ ગામમાંથી બે સભ્યો દવાપુરા ગામ પંચાયત માં ગામ નું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ ચૂંટણી પંચ દ્વારા નવી વોર્ડ રચના માં એરંડિયા પૂરા ગામને ભારે અન્યાય કર્યો છે
બે ના બદલે માત્ર એક વોર્ડ કરી દીધી છે હવે માત્ર વોર્ડ નંબર આઠ જ રહેશે સરકારના આ નિયમ થી ગુસ્સે થયેલા ગામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને એરંડિયા પુરાને અગાઉની જેમ બે વોર્ડ મળે તેવી માંગ કરી છે. જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં ગામ લોકોએ જણાવ્યું છે કે
ચૂંટણી પંચ દ્વારા નવી વોર્ડ રચના થઈ તે વખતે પુરા ગામ ના સભ્યો કે ગામજનો અભિપ્રાય કે સૂચન કીધા વગર જ અંધારામાં રાખીને નવી વોર્ડ રચના કરી છે જે અન્ય પાત્ર છે. વધુ માં જણાવ્યું છે કે હાલ પ્રસિધ્ધ કરેલ ૨૦૨૧ ની મતદાર યાદીમાં સુધારણા કરી અગાઉ ૨૦૧૬ ની મતદારયાદી પ્રમાણે નવી યાદી પ્રસિધ્ધ કરી આપશો તો અમો ગામજનો સંમત છે .
પરતું જાે આવુ કરવામાં નહી આવે તો અમો તમામ ગમજનો આગામી વર્ષ – ૨૦૨૧ ના ગમ પંચાયત ની ચુંટણીનું સંપૂર્ણ બહિષ્કાર કરીશું . અને કાયદાકીયા આંદોલન કરીશું