અરવલ્લીની પેરોલ ફર્લાે ટીમે ૧ વર્ષમાં ૧૦૧ વોન્ટેડ આરોપીને દબોચ્યા

મોડાસા, અરવલ્લી જિલ્લો એ અંતરિયાળ જિલ્લો હોવાથી રાજસ્થાન રાજ્યમાંથી દારૂ સહિત અનેક ગુનાકીય પ્રવૃત્તિઓને અંજામ આપીને આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી જતાં હોય છે, એટલું જ નહીં આવા આરોપીઓ પોલીસ પકડમાં ન આવે તે માટે જંગલ કે પહાડી વિસ્તારોમાં છુપાઈ જતાં હોય છે.
આવા આરોપીઓને ઝડપી પાડવા માટે અરવલ્લી જિલ્લા પેરોલ સ્કવોર્ડની ટીમએ બીડું ઝડપ્યું અને મોટી સફળતા મળી છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રેંજ આઈ.જી.અભય ચુડાસમાની દેખરેખ હેઠળ આરોપીઓને પકડવામાં વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું.
જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની દેખરેખ હેઠળ જિલ્લાની પેરોલ ફર્લાે સ્કવોર્ડના પીએસઆઈ કે.એસ.સિસોદિયા અને તેમની ટીમે છેલ્લા એક વર્ષમાં એટલે કે, કોરોના કાળ પછી ૧૦૧ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મળી છે.
નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે રેન્જ ટીમ અને જિલ્લા પેરોલ સ્કવોર્ડ પીએસઆઈ કે.એસ.સિસોદીયા તેમજ તેમની ટીમ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા પોલીસે ભિક્ષુક જેવા અનેક રૂપો ધારણ કર્યા હતાં. કેટલાક કિસ્સાઓમાં સરકારી વાહન ન જાેઈ સકે તેવી જગ્યાએ ૪થી ૫ કિલો મીટર સુધી ચાલીને આરોપીઓ સુધી પહોંચવાના કિસ્સાઓ છે.
આરોપીઓને પકડવા માટે કેટલીક વાર પેરોલ ફર્લાે સ્કવોર્ડની ટીમને ગાઢ જંગલ વિસ્તારોમાં ઝાડી જાંખરામાં રાત્રી વોચ ગોઠવવી પડી છે.