Western Times News

Gujarati News

કરીના કપૂર ખાન બની સમ્રાટ આટા એન્ડ ફ્લોર્સના બ્રાન્ડ એમ્બેસેડર

એફએમસીજી, પેકેજિંગ, કિડ્સ એજ્યુકેશન, રિયલ એસ્ટેટ વગેરે બિઝનેસમાં કાર્યરત પૂણે સ્થિત 60 વર્ષ જૂના પારખ ગ્રૂપ તેની નેશનલ ફ્લોર બ્રાન્ડ સમ્રાટ સાથે આગળ વધી રહ્યું છે. Parakh Group welcomes Kareena Kapoor Khan as the brand ambassador for Samrat Atta & Flours

બ્રાન્ડ ફ્લોર કેટેગરીમાં અગ્રેસર છે અને તેની ઉચ્ચતમ ગુણવત્તા, ટચલેસ સ્વિસ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી, સખત ગુણવત્તા તપાસ અને વિશ્વસ્તરીય પેકેજિંગ સેટઅપ સાથે સ્વચ્છતા ઉપર ધ્યાન આપવાને કારણે સમગ્ર ભારતના કરોડો ગ્રાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

આટા, બેસન, રવા, મેંદા, સુજી અને દલિયા વગેરે જેવી રોજિંદી વપરાશની ચીજોની વિશાળ શ્રેણી માટે પ્રખ્યાત બ્રાન્ડ સ્માર્ટે મેગાસ્ટાર આઇકોન અને બે બાળકોની માતા કરીના કપૂર ખાનને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યાં છે.

વિવિધ રાજ્યોમાં પોતાની ઉપસ્થિતિ સાથે આ રાષ્ટ્રીય બ્રાન્ડ મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવે છે, જે ડિસ્ટ્રિબ્યુટર્સની જૂની પેઢીની વિશાળ ગ્રીડ દ્વારા હજારો રિટેઇલર્સને સેવા પ્રદાન કરે છે અને તેનાથી બ્રાન્ડને સફળ બનાવવામાં સફળતા મળી છે. The long standing 60 year old Pune based Parakh Group with businesses ranging from FMCG, Packaging, Kids Education, Real Estate etc.is making headway with its national flour brand “Samrat”.

પારખ ગ્રૂપના “ગ્રોઇંગ ટુગેધર”ના સૂત્ર સાથે સમગ્ર ચેઇનના સંયુક્ત પ્રયાસોથી બ્રાન્ડે તેના સંકલિત વેચાણ અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રેકિંગ કાર્યપદ્ધતિ દ્વારા ગુણવત્તા અને ઉદ્યોગમાં સર્વોચ્ચ રિટેઇલ સ્પેસ આપૂર્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગ્રાહકોને સેવા પ્રદાન કરવા ઉપરાંત સમ્રાટ બલ્ક સેગમેન્ટમાં પણ વિશાળ ઉપસ્થિતિ ધરાવે છે, જે અંતર્ગત વિશાળ ભારતીય હોરેકા માર્કેટને સપ્લાય કરે છે.

કરીના કપૂર ખાનને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવા અંગે પ્રતિક્રિયા આપતાં મયંક પારખ (ડાયરેક્ટર)એ જણાવ્યું હતું કે, “પારખ ગ્રૂપ ખાતે અમારા પ્રયાસો ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે બેસ્ટ કાચી સામગ્રીની પ્રાપ્તિની સાથે પ્રોડક્ટની સ્વચ્છતા જાળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની દિશામાં રહ્યાં છે.

મહામારીએ આપણને પોતાના ઘરોમાં પણ સ્વચ્છતાની મહત્વતા વિશે વધુ શીખવ્યું છે અને અમને જોતાં ગર્વ થાય છે કે મોટી સંખ્યામાં દેશની મહિલાઓ જૂની ચક્કીઓમાં દળેલા આટાની જગ્યાએ સમ્રાટ આટા તરફ વળી રહી છે, જે દ્વારા કાચા માલની પસંદગી તથા સ્વચ્છતા અને ટચલેસ મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગ પ્રક્રિયામાં અમારી પ્રોફેશ્નલ નિપૂણતા સાથે અમારામાં વિશ્વાસ મૂકી રહી છે.

હોમ ફૂડ હાઇજિનનો સંદેશો કરીના કપૂર ખાનથી વધુ સારી રીતે કોઇ ફેલાવી શકે? બે બાળકોની માતા કરીનાએ વર્ક-લાઇફ બેલેન્સના ઉત્તમ ઉદાહરણ સાથે બાળકોના ઉછેર અંગે માતાઓ માટે નવા ધોરણો સ્થાપિત કર્યાં છે. આપણા અને આપણા પરિવાર માટે આરોગ્ય અને સ્વચ્છતાના તેમના વિચારને અમે શેર કરતાં અમને આ સંદેશો વ્યાપક સ્તરે ફેલાવાની આશા છે.”

સમ્રાટ આટા એન્ડ ફ્લોર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે, “સમ્રાટ ઇન્ડસ્ટ્રીમાં મોટા નામ પૈકીનું એક છે અને તેમની પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી શુદ્ધતાનો પ્રતિક છે કે જે સ્વચ્છતા, આરોગ્ય ઉપર તેમના ધ્યાન સાથે સ્પષ્ટ થાય છે. તે ચોક્કસપણે સારો સ્વાદ ધરાવે છે, જે ભોજન પ્રત્યે તમારા પ્રેમને સંતુષ્ટ કરવામાં આદર્શ છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “કપૂર વંશ ફૂડ પ્રેમીઓ તરીકે ઓળખાય છે અને હું પણ. કારકિર્દીની સિદ્ધિથી લઇને પારિવારિક ભોજન અથવા તહેવારો સહિતના કોઇપણ પ્રસંગ ઘરે બનાવેલી સંખ્યાબંધ સ્વાદિષ્ટ વાનગીઓથી શરૂ થાય છે. સમ્રાટ બ્રાન્ડ સાથે જોડાતા હું ઉત્સાહિત છું કે જે દાયકાઓથી અમારા જીવનનો અભિન્ન હિસ્સો છે.”

પારખ ગ્રૂપ સમયાંતરે કરીના કપૂર ખાન સાથે બ્રાન્ડ કેમ્પેઇન રજૂ કરશે, જેમાં તેઓ ગ્રાહકોને ફૂડ હાઇજિન બાબતે વાત કરતાં ગ્રાહકોને સાંકળશે તથા તેમને “સ્વાદ ઔર સેહત કા વાદા” સાથે વિશ્વસનીય સમ્રાટ આટા તરફ વળવા પ્રોત્સાહિત કરશે. વધુમાં લોકપ્રિય સમ્રાટ બેસનનું વિશિષ્ટ કેમ્પેઇન રહેશે, જે આપણા ઘરમાં તૈયાર કરાયેલી વાનગીઓની ઉજવણી કરશે, જે આપણા પ્રિયજનો સાથે ખાસ પ્રસંગનો સાચો સાર રહ્યો છે. સમ્રાટ બેસન છે “સ્વાદ કા સેલિબ્રેશન”.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.