વિદ્યાર્થિનીને પ્રોફેસરે વિડીયો કોલ દ્વારા બિભત્સ માંગણી કરી

પ્રતિકાત્મક
આણંદ, શિક્ષણનગરી આણંદનો વધુ એક શરમશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક જાણીતી કોલેજમાં કોન્ટ્રાક્ટ પર અગાઉ ફરજ બજાવી ચૂકેલા પ્રોફેસરે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઓનલાઈન વિડીયો કોલ કર્યો હતો જેમાં તે નગ્ન અવસ્થામાં નજર આવે છે. તેમને ૧૦ મિનિટનો વીડિયો છે. જેમાં માત્ર પ્રોફેસર યુવક દેખાય છે. વિદ્યાર્થીની ઓ સાથે લોભામણી વાત કરી બિભત્સ માંગણી કરતો હોવાનો આક્ષેપ કરતો એક નનામો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
જાેકે, સમગ્ર પત્રની અને ઘટનાની કોઈ ખરાઈ થઈ શકી નથી. આ અંગેની સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં સોશિયલ મીડિયા પર ફરતા થયેલા આ પત્રમાં પ્રોફેસરે બે માસ અગાઉ એક વિદ્યાર્થિનીને કોલ કર્યો હતો. જેમાં તે નગ્ન અવસ્થામાં છે અને તે વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરી રહ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે, આ વિડીયો ૧૦ મિનિટનો છે.
જેમાં માત્ર પ્રોફેસર યુવક દેખાઈ રહ્યો છે પરંતુ સામે કોઈ યુવતી કે અન્ય કોઈ પાત્ર દેખાતું નથી. જેને પગલે સમગ્ર વિડીયો ઇરાદાપૂર્વક બનાવવામાં આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે. પત્રમાં જે નામનો ઉલ્લેખ છે તે નામની વ્યક્તિ છેલ્લાં પાંચ વર્ષમાં જે તે ફેકલ્ટીમાં ભણીને ગઈ હોય તેવું પણ ક્યાંય જાણવા મળ્યું નથી.
સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યો ત્યારે પ્રોફેસર નગ્ન અવસ્થામાં બિભત્સ ચેનચાળા કરી રહ્યા છે. જાેકે, જે તે સમયે વિડીયો બહાર આવ્યો અને વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી ત્યારે પ્રોફેસરે સમગ્ર વિડીયો પત્ની સાથેનો હોવાનું કહીને વાતને વાળી હતી.
પરંતુ સમગ્ર પત્રમાં એવો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે કે પ્રોફેસર જે જગ્યાએ ઊભા રહ્યા છે તે જગ્યા ઘરની નથી. તે કોઈ ઓફિસ હોય તેમ જણાઈ રહ્યું છે. જાેકે, સમગ્ર મામલે જ્યારે જાણીતી શૈક્ષણિક સંસ્થાના ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આવી કોઈ રજૂઆત મળી નથી.
જાેકે, પ્રોફેસર કોન્ટ્રાક્ટમાં હોય અને તેમને એક ખાનગી કંપની દ્વારા સારી ઓફર મળતાં તેઓ બે મહિના પહેલાં નોકરી છોડીને જતા રહ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. સમગ્ર બનાવમાં પ્રોફેસરે પકડાય નહીં તે હેતુસર જે તે સમયે સોશિયલ મીડિયા પરથી તેના તમામ ફોટો ડિલીટ કરી દીધા હોવાનો આક્ષેપ પણ વિદ્યાર્થિનીના નામે ફરતા થયેલા પત્રમાં કરવામાં આવ્યો છે.SSS