નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તમામ બેઠકો બિનહરિફ બની, વધુ એકવાર ભાજપે મેદાન માર્યું
(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી તારીખ ચોથી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ભરાયેલા ફોર્મ ચકાસણી બાદ આજે પરત ખેંચવાની તારીખ હતી આજે ફોર્મ પરત ખેંચ્યા બાદ વેપારી ખેડૂત તેમજ સહકારી મંડળી .ની મળીને કુલ ૧૬ બેઠકો માટે ચૂંટણી મેદાનમાં હરીફ ઉમેદવાર ન રહેતા આ તમામ બેઠકો બિનહરિફ બની છે મહત્વની વાત એ છે કે
ખેડૂત વિભાગમાં એક અપક્ષ ઉમેદવાર બિનહરીફ થયા ને બાજુમાં મૂકી વાત કરીએ તો નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપનો ભગવો લહેરાયો છે તેવું કહીએ તો ખોટું નહીં નડિયાદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિત ની સામાન્ય ચુંટણી-આગામી તારીખ ૪ ડિસેમ્બરના રોજ યોજવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું- આ ચૂંટણી માં ખેડૂત મત વિભાગ”, ૧૦ ” વેપારી મત વિભાગ” ૪ અને તથા “સહકારી ખરીદ વેચાણ મંડળી મત વિભાગ” ૨ બેઠકો ની ચૂંટણી હતી આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી આ ચૂંટણી ના ભરાયેલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તા.ર૬,૧૧,૨૦૨૧ના રોજ બપોરના ૧૫-૦૦ કલાક સુધી મુદત હતી
ઉમેદવારીપત્રો આજે ઘણા પરત ખેંચાયા હતા આજે “ખેડૂત મત વિભાગ માંથી ૧૦ “વેપારી મત વિભાગ”૪ તથા “સહકારી ખરીદ વેચાણ મંડળી મત વિભાગ ૨ ઉમેદવારી ફોર્મ બાકી રહેતાં તે વિભાગની ચૂંટણી કરવાની રહેતી ન હોઇ, ગુજરાત ખેત ઉત્પન્ન બજારો બાબતના નિયમો-૧૯૬૫નાં નિયમ-૧૮(૨) હેઠળ ચૂંટણી અધિકારી એ ઉમેદવારોને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે.
“ખેડૂત મત વિભાગ”:- અમીન અમિતકુમાર જશભાઇ, ઝાલા પ્રભાતભાઇ જીવાભાઇ ,પટેલ ગોરધનભાઇ પરષોતમભાઇ, પટેલ ધનશ્યામભાઇ મંગળભાઈ, પટેલ ધુવલકુમાર મધુભાઇ, પટેલ ભાવેશભાઈ પ્રભુદાસ, પટેલ હિતેન્દ્રકુમાર ઠાકોરભાઇ, પરમાર પ્રફુલભાઇ ઉમેદભાઇ, પરમાર મધુભાઇ ભીખાભાઇ, વાઘેલા દિગ્વેદ્રસિંહ ઉમેદસિટ
વેપારી વિભાગઃ- પટેલ ચિરાગભાઇ પુનમભાઇ, પટેલ સતીષભાઇ કાંતીભાઇ, સાહ પ્રશાંત રાજેન્દ્રકુમાર, શાહ રાજેન્દ્રકુમાર રતીલાલ
સહકારી વિભાગઃ- પટેલ અપૂર્વભાઇ જશભાઇ, પટેલ વિપુલભાઇ કાંતિભાઇ