રોયલ્ટી ભર્યા વગરના ર૦ ટન રેતી સાથે ર ટ્રક ઝડપાયા
ખાણ-ખનીજ ખાતાને ઉંઘતું ઝડપી પાડતી બગવદર પોલીસ
પોરબંદર, બગવદર પોલીસે દરિયાઈ રેતી રોયલ્ટી ભર્યા વગરના બે ટ્રક ઝડપી પાડયા છે. જે કામ પોરબંદર ખાણ ખનીજ વિભાગનું છે તે કામ પોલીસ કરી રહી છે. મીયાણીથી માધવપુર બિલ્ડિંગ સ્ટોન અને દરિયાઈ રેતીની મોટા પ્રમાણમાં હેરાફેરી થઈ રહી છે ત્યારે ખાણ ખનીજ ખાતાના બદલે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દરિયાઈ રેતી પકડવામાં આવે છે.
બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ હરદેવસિંહ ગોહિલ રાત્રીના બગવદર- મોઢવાડા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોઢવાડા ગામ પાસેથી ટ્રક જીજે-૧૦યુ-૮૩૩૮ પસાર થતા તેને રોકાવી તલાશી લેતા ડ્રાઈવર અરજન ફોગા કેશવાલા (રે.રાતડી વાળા) પાસે દરિયાઈ રેતી રોયલ્ટી ભર્યા વગર ૧ ટન રેતી ગે.કા. મળી આવતા ટ્રક ડીટેઈન કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ હતી.
જયારે બગવદર પોલીસના પીએસઆઈ હરદેવસિંહ ગોહિલ બપોરના ૧ વાગ્યા દરમિયાન પોરબંદર-મોઢવાડા રોડ ઉપર દરિયાઈ રેતી ભરેલ ટ્રક નં. જીજે-ર પયુ-પ૦૧ર ડ્રાઈવર જગાભાઈ મેપાભાઈ કોડીયાતર (રે.બોરીચાવાળા) પાસે પણ દરિયાઈ રેતીની રોયલ્ટી ભરેલ ના હોય અને ર૦ ટન દરિયાઈ રેતી ભરેલી હોય. બગવદર પોલીસે ટ્રક ડીટેન કરી ખાણ ખનિજ વિભાગને જાણ કરી હતી.