પ્રભાવિત દેશોમાં ફલાઇટની અવરજવર બંધ કરોઃ કેજરીવાલ
નવીદિલ્લી, કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉન બી ૧.૧.૫૨૯ એ આખી દુનિયામાં દહેશત પેદા કરી દીધી છે. સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં મળેલા આ નવા વેરિઅંટના દર્દી હવે ઘણા દેશોમાં દેખાઈ રહ્યા છે.
જાે કે ભારતમાં હજુ નવા વેરિઅંટનો કોઈ દર્દી મળ્યો નથી પરંતુ ભારત સરકાર પહેલેથી જ આની સામે લડવાની તૈયારી શરૂ કરી ચૂક્યુ છે. શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અંગે એક મહત્વની બેઠક કરવાના છે. આ દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને આગ્રહ કર્યો છે કે જે દેશોમાં કોરોનાના નવા વેરિઅંટનુ જાેખમ વધુ હોય એ દેશોમાં આવતી-જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર રોક લગાવી દેવી જાેઈએ.
અરવિંદ કેજરીવાલે ટિ્વટ કરીને કહ્યુ કે, ‘હું માનનીય પ્રધાનમંત્રીને એ દેશોમાંથી ફ્લાઈટની અવરજવર બંધ કરવાનો આગ્રહ કરુ છુ જ્યાં કોરોનાનો નવો વેરિઅંટ જાેવા મળ્યો છે. ખૂબ મુશ્કેલીથી આપણો દેશ કોરોનામાંથી બહાર નીકળી શક્યો છે. આપણે નવા વેરિઅંટને ભારતમાં પ્રવેશવાથી રોકવા માટે દરેક સંભવ પ્રયત્નો કરવા જાેઈએ.’
દુનિયાના ૨૭ દેશોએ લગાવ્યો છે યાત્રા પર પ્રતિબંધ તમને જણાવી દઈએ કે કોરોનાના નવા વેરિઅંટના જાેખમનને જાેતા યુરોપીય સંઘ સહિત ૨૭ દેશોએ આફ્રિકી દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનાના નવા વેરિઅંટનો પહેલો કેસ ૯ નવેમ્બરે બોત્સવાનામાં જાેવા મળ્યો હતો અને ત્યારથી આ હાૅંગકાૅંગ, બેલ્જિયમ અને ઈઝરાયેલમાં ફેઈલ ગયો છે. શનિવારે ઑસ્ટ્રેલિયાએ ૯ દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો. આ દેશોમાં દક્ષિણ આફ્રિકા, નામીમ્બિયા, ઝિમ્બાબ્વે, બોત્સવાના, લેસોથો, ઈસ્વાતિની, સેશેલ્સ, મલાવી અને મોઝામ્બિકના નામ શામેલ છે.