ઓડિશાની આદિવાસી શાળામાં ૨૬ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
ભુવનેશ્વર, કોરોના સામેની લડાઈ હજુ પણ દેશભરમાં ચાલી રહી છે. રસીકરણ અભિયાનમાં તેજી હોવા છતાં ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ઓડિશાના મયુરભંજ જિલ્લાની એક આદિવાસી કન્યા શાળામાં ૨૬ વિદ્યાર્થીનીઓમાં કોવિડ ચેપના કેસ નોંધાયા છે. ચમકપુર ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલના ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓને સંસ્થાના પરિસરમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
ઓડિશાના મયુરભંજમાં શાળાના તમામ ૨૬ વિદ્યાર્થીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. શાળાના ૨૫૯ વિદ્યાર્થીઓ કોવિડ સુરક્ષા પ્રોટોકોલ મુજબ કોવિડ-૧૯ પરીક્ષણમાંથી પસાર થશે. જેથી કરીને કોરોનાની ગંભીરતાને ટાળી શકાય.
કરંજિયા સબ-કલેક્ટર ઠાકુરમુંડા, બીડીઓ તહસીલદાર અને ડોકટરોની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા શાળાએ પહોંચી હતી. કોવિડ-૧૯ અંગે શાળાની વિદ્યાર્થીનીઓને વિશેષ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે દેશમાં કોરના રસીકરણ વધુ વેગવતી બની છે તે છંતા પણ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જાેવા મળ્યો છે અનેક વિધાર્થીઓ હાલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એકદમ કોરોનાના કેસ વધતા સરકારે અસરકાર પગલાં લીધાં છે. અને નવા વેરિએન્ટ મળી આવતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે તેના અતર્ગત પીએમ મોદીએ આજે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી ,હાલમાં દેશમાં કોરોનાના નવા સંક્રમણના કેસો વધી રહ્યા છે.HS