રાજકોટ જિલ્લામાં કાલે મેગા વેક્સિનેશન ડ્રાઇવમાં ૨૩૯૧૪ લોકોનું રસિકરણ કરાયું
રાજકોટ, સમગ્ર રાજયમાં કોરોનની બોજી લહેર ભયાનક જાેવા મળી હતી. જેમાં લખો લોકો કોરોનમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ માં ઘટાડો કરવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સરકાર દ્વારા સમગ્ર રાજયમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે . જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના રસીકરણની મેગા ડ્રાઇવમાં શુક્રવારે ૨૩૯૧૪ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
જેમાં ગ્રામ્ય વિસ્તારના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના ૭ અર્બન હેલ્થ સેન્ટર અને ૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા ૫ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મફત વેક્સિન આપવામાં આવી રહી છે. આ રસીકરણ કામગીરી માટે જીલ્લામાં દૈનિક ૩૦૦ જેટલા વેક્સિન સેસન આયોજન કરવામાં આવ્યું હતું.
કલેક્ટર અરૂણ મહેશ બાબુ તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લામાં ગઇકાલથી વેક્સિનેશન મેગાડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારી માર્ગદર્શનમાં તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર, ચિફ ઓફિસર, નગરપાલિકાઓ, તાલુકા વિકાસ આધિકારીઓ વગેરે સાથે જરૂર જણાએ પોલીસ વિભાગના સ્ટાફનો પણ સહકાર મેળવી આ કામગીરીને સફળ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આપવામાં આવેલ છે.
શુક્રવારે ૨૩૯૧૪ લોકોનું રસીકરણ કરવામાં આવેલ છે. સમગ્ર જીલ્લામાં ૧૧૧૨૧૫૬ લોકોને પ્રથમ ડોઝ તથા ૭૬૧૯૯૨લોકોને બંને ડોઝ આપવાની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી પ્રા.આ.કે. ખોખડદળ અને જામકંડોરણા ખાતે મુલાકાત લઈ કામગીરી સઘન બનાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.HS