પેટીએમને ૮૫૮ કરોડનું જંગી નુકશાન થતાં રોકાણકારો ચિંતિત
નવી દિલ્હી, દેશમાં સૌથી મોટો આઈપીઓ લાવનાર કંપની પેટીએમ દ્વારા ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષના પહેલા ૬ મહિનાના રિઝલ્ટ જાહેર કરાયા છે અને કંપનીના નુકસાનનો આંકડો જાેઈને આઈપીઓમાં રોકાણ કરનારાઓની ચિંતા વધી ગઈ છે.
મળતા આંકડા પ્રમાણે પહેલા ૬ મહિનામાં કંપનીનુ નુકસાન ૮૫૮ કરોડ રુપિયા રહ્યુ છે.ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન કંપનીનુ નુકસાન ૭૨૩ કરોડ રુપિયા હતુ.
જાેકે નુકસાન વધવાની સાથે સાથે કંપનીની કમાણીમાં વધારો થયો છે.કંપનીની કમાણી ૬ મહિનામાં ૪૭ ટકા જેટલી વધીને ૨૦૮૨.૫૦ કરોડ રુપિયા પર પહોંચી છે. જાેકે નુકસાનના કારણે કંપનીના શેરના ભાવ હજી ગગડશે તેવો ભય રોકાણકારોને સતાવી રહ્યો છે.
પેટીએમનો શેર છેલ્લા દસ વર્ષમાં સૌથી ખરાબ લિસ્ટિંગ કરનાર શેર બન્યો છે.કંપનીએ આઈપીઓ માટે કંપનીના શેરની કિંમત ૨૧૫૦ રુપિયા રાખી હતી અને લિસ્ટિંગના દિવસે જ તેના ભાવમાં ૨૭ ટકાનો કડાકો બોલ્યો હતો.હાલમાં તેનો ભાવ ૧૭૬૫ રુપિયા છે.SSS