Western Times News

Gujarati News

મરચા શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખે છે

નવી દિલ્હી, કેટલાક લોકો લીલા મરચાં ખાવામાં માહિર હોય છે. તે ગમે તેટલું મસાલેદાર કેમ ન હોય, ભોજનમાં લીલા મરચાં હોવા જરૂરી છે, જ્યારે મોટાભાગના લોકોને લીલા મરચા ખાવાનું પસંદ નથી હોતું. તેની તીખાસને કારણે ઘણા લોકો તેને સ્પર્શ પણ કરતા નથી.

જાે ભૂલથી શાકભાજીમાં લીલા મરચા આવી ગયા હોય તો ખાવાનું છોડી દે છે. જાે તમે પણ એવું જ કરી રહ્યા છો, તો તમે ભૂલ કરી રહ્યા છો. કારણ કે લીલું મરચું સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. લીલા મરચામાં ઘણા પ્રકારના પોષક તત્વો જાેવા મળે છે. તે વિટામિન એ, બી૬, સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર છે.

આ સિવાય તેમાં બીટા કેરોટીન, ક્રિપ્ટોક્સેન્થિન પણ હોય છે. લીલા મરચામાં ડાયેટરી ફાઈબર જાેવા મળે છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ સિવાય લીલા મરચામાં કેપ્સેયાસિન નામનું કેમિકલ જાેવા મળે છે. આ સંયોજનની અસર ગરમ થાય છે. તેથી શિયાળામાં શરીરને ગરમ રાખવામાં પણ લીલાં મરચાં ફાયદાકારક છે. તે શરીરનું તાપમાન જાળવી રાખે છે.

લીલા મરચા ખુબ જ વધારે માત્રામાં વિટામિન સી રહેલું છે જે સ્કીનને ખુબજ હેલ્દી રાખવામાં મદદ કરે છે અને ચહેરા પર ગ્લો લાવવામાં મદદ કરે છે. વિટામીન સીના કારણે આ ઈમ્યૂનિટી બૂસ્ટર પણ છે. જાે તમે વજન ઓછુ કરવા માટેનો કોઈ ડાયટ પ્લાન કરી રહ્યા છો તો તેમાં લીલા મરચાનો ઉમેરો કરો કારણે લીલા મરચા શરીરમાં વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં લીલા મરચાંનો સમાવેશ કરવો જાેઈએ. લીલા મરચાં બ્લડ સુગરને વધતા અટકાવે છે અને શરીરને સંતુલિત કરવામાં મદદ કરે છે.

લીલા મરચામાં જાેવા મળતું Capsaicin કમ્પાઉન્ડ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. તેથી, તે યોગ્ય રક્ત પરિભ્રમણ જાળવવામાં મદદ કરે છે. આ સિવાય તે નસોમાં લોહીના પ્રવાહને સુધારે છે. રોજ લીલા મરચા ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે.તે એન્ડોર્ફિનને મગજમાં પહોંચાડે છે જેનાથી આપણો મૂડ ખુશ રહે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.