Western Times News

Gujarati News

ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી ગાંજાની તસ્કરીમાં વધુ ૫ લોકોની ધરપકડ

વિશાખાપટ્ટનમ, વિશાખાપટ્ટનમમાં પોલીસ દ્વારા ઈ-કોમર્સ સાઈટ એમેઝોન ના માધ્યમથી ગાંજાની કથિત તસ્કરી મામલે એક પિતા અને પુત્ર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી શહેરથી આ માદક પદાર્થો મધ્યપ્રદેશ મોકલતો હતો.ધરપકડ કરવામાં આવેલા પાંચ આરોપીઓની ઓળખ શ્રીનિવાસ રાવ, જે કુમારસ્વામી, બી ક્રૃષ્ણમ રાજુ, વેંકેટેશ્વર રાવ અને મોહન રાજુ તરીકે કરવામાં આવી છે. શ્રીનિવાસ રાવ અને મોહન રાજુ પિતા પુત્ર છે અને આ તમામ આરોપીઓ વાઈઝેગના રહેવાસી છે.

મધ્યપ્રદેશની ભિંડ પોલિસ દ્વારા આ ઓનલાઈન ગાંજાેના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત ૩ આરોપી યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી ૨૦ કિલોથી વધુનો સુકા ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સ્પેશ્યલ એન્ફોર્સમેન્ટ બ્યૂરોના જાેઈન્ટ ડાયરેક્ટર એસ સતીશ કુમારે જણાવ્યું કે, મુખ્ય આરોપી પાસેથી ૪૮ કિલો ગાંજાે જપ્ત કરવામાં આવ્યો છે. આ ગાંજાે કંચરાપાલમના એક ભાડાના મકાનમાં રાખવામાં આવ્યો હતો. આ અંગે સૌપ્રથમ શ્રીનિવાસ રાવની ધરપકડ કરવામાં આવી છે.

ગાંજા સિવાય પેકિંગ મટેરિયલ જેવા કે કવર, ખોખા, બોક્સ, ટેપ, ઈલેક્ટ્રોનિક વજનકાંટો વગેરે જેવી સામગ્રી પણ ભાડાના મકાનમાંથી મળી આવી છે.તપાસમાં સામે આવ્યું છે કે શ્રીનિવાસ રાવ મધ્યપ્રદેશના સુરજ પાવૈયા અને મુકુલ જૈસવાસના સંપર્કમાં હતા.

આ બન્ને ઈ કોમર્સ સાઈટ એમેઝોનપર રજીસ્ટર્ડ વેન્ડર્સ છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સુપરનેચરલ સ્ટીવિયાના આડમાં ગાંજાની તસ્કરી કરવા માટે પાવૈયા અને જૈસવૈલ માટે શ્રીનિવાસ કોન્ટેક્ટ પર્સન હતો.

પાવૈયા અને જૈસવાલે બાબૂ ટેક્સ નામની એક ફર્મ બનાવી અને અમેજાેન પર જીએસટી નંબર સાથે રજીસ્ટર થયા, ત્યારબાદ તે વાઈઝેગથી મધ્યપ્રદેશ સુધી ગાંજાે સપ્લાય કતા હતા.વધુમાં સતીશ કુમારે જણાવ્યું કે, અન્ય બે વ્યક્તિઓ કુમારસ્વામી અને ક્રૃષ્ણમ રાજુની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ એક વાન ડ્રાઈવર વેંકટેશ રાવની પણ ધરકકડ કરવામાં આવી છે. આરોપી શ્રીનિવાસ રાવની ધરપકડ કંચરાપાલમથી કરી છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મોહનરાજુ પણ આ ગેરકાનૂની વ્યવસાયમાં શામેલ હતો, તેથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. સતીશે જણાવ્યું કે અમને શંકા છે કે ગત ૮ મહિનામાં ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી પાવૈયા અને જૈસવાલે ૮૦૦ કિલો જેટલો ગાંજાે વાઈઝેગથી મધ્યપ્રદેશ મોકલ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.