ગુજરાત વિધાનસભા ખાતે ઠક્કરબાપાની ૧૫૨મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ

ગાંધીનગર, આજે ગુજરાત વિધાનસભા ખાતે ઠક્કરબાપાની ૧૫૨મી જન્મજયંતિ નિમિતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યે કહ્યું કે, ઠક્કરબાપા ગાંધીજીના પ્રિયજન અને હરિજનો તેમજ આદિવાસીઓના ઉદ્ધારક હતા. ઠક્કરબાપાનો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેઓએ અનેક સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
ઇજનેર તરીકે તેઓએ ગુજરાત, મહારાષ્ટ્ર અને યુગાન્ડા સુધી કામ કર્યું હતું. સમગ્ર જીવન મૂકસેવક તરીકે જીવનારા ઠક્કરબાપાએ પંચમહાલમાં પડેલ દુકાળ વખતે ભીલોની નિઃસ્વાર્થ સેવા કરી હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓએ ઉપસ્થિત રહીને ઠક્કરબાપાના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવનકાળના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કર્યા હતા.HS