Western Times News

Gujarati News

ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતચિત્રો છાપી કે છપાવી શકાશે નહીં

 પાટણ :      આગામી ૨૧ ઓક્ટોબરના રોજ યોજાનાર ૧૬-રાધનપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૧૯ અન્વયે ચૂંટણીઓ દરમ્યાન ચૂંટણી પ્રચાર માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વિગેરેના મુદ્રણ અને પ્રકાશન માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ – ૧૨૭ (ક)ની જોગવાઈઓ લાગુ પડે છે. કલમ-૧૨૭(ક)(૧)ની જોગવાઈ મુજબ કોઈપણ વ્યકિત જેના પર તેના મુદ્રણ અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીતપત્રો વિગેરે છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહિ અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં. તેવી જ રીતે કલમ-૧૨૭(ક) (ર) મજબ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ મુદ્રકને આપ્યા સિવાય કોઈપણ વ્યકિત ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતચિત્રો કે અન્ય સામગ્રી છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં.

ઉપર્યુકત જોગવાઈઓની આવશ્યકતાઓના કડક અમલ તથા અનુપાલન થાય તે જરૂરી હોઈ તેના કડક અમલ માટે ભારતીય નિર્વાચન ધ્વારા પણ આ બાબતે જરૂરી આદેશો કરેલા હોઈ પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા જિલ્લામાં આવેલ મુદ્રણાલયોના મુદ્રકોને ઉક્ત કાયદાની જોગવાઈઓ મુજબ વિવિધ સુચનાઓનું પાલન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત કલમ-૧૨૭(ક)(૧)ની જોગવાઈઓ મુજબ ચૂંટણી લગતા ચોપાનીયા, ભિંતપત્રો કે અન્ય સામગ્રીનું છાપકામ કરવામાં આવે ત્યારે મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામા સ્પષ્ટપણે અવશ્ય દર્શાવવાના રહેશે. ચૂંટણી સંબંધી કોઈપણ ચોપાનીયા અથવા ભીંતપત્રો કે અન્ય સામગ્રીનું મુદ્રણ હાથ ધરતા પહેલા ઉક્ત કાયદાની કલમ-૧૨૭(ક)(૨)ની જોગવાઈઓ મુજબ મુદ્રકે નિર્વાચન આયોગ દ્વારા નકકી થયેલા આ સાથેના જોડાણ “ક” મુજબના ઠરેલ નમુનામાં પ્રકાશન પાસેથી એકરાર પત્ર બે નકલમાં મેળવવાનો રહેશે.

આ એકરાર પત્ર ઉપર પ્રકાશકની તેમજ પ્રકાશકને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતની શાખ તરીકેની સહીઓ કરવાની રહેશે. મુદ્રકે પોતે અધિકૃત કર્યા બદલ સહી કરી અન્ય માહિતી સાથે એકરાર પત્રની એક નકલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને મોકલી આપવાની રહેશે. ઉપર દર્શાવ્યા પ્રમાણે નિર્વાચનના આદેશ મુજબ મુદ્રકે પ્રકાશકના એકરારનામા સાથે મુદ્રિત સામગ્રીની ચારે નકલો તેના મુદ્રણના ત્રણ દિવસની અંદર નિર્વાચન આયોગ તરફથી નકકી થયેલા આ સાથેના જોડાણ “ખ” મુજબના નમુનામાં મુદ્રકે છાપેલા દસ્તાવેજોની નકલોની સંખ્યા, તેના મુદ્રણ કામ અંગે થયેલ ખર્ચની માહિતી વિગરે દર્શાવી મુદ્રકે સહી કરી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીની ચૂંટણી શાખાને બિનચુક રજુ કરવાની રહેશે.

મુદ્રકે તેમણે છાપેલા ચૂંટણીના દરેક ચોપાનીયા, ભીંતપત્રો વિગેરેની બાબતમાં આવા દરેક દસ્તાવેજના મુદ્રણના ત્રણ દિવસની અંદર આવી માહિતી સંયુકત રીતે નહીં પણ અલગ અલગ કરવાની રહેશે. કલમ-૧૨૭(ક) ઉપર દર્શાવેલ જોગવાઈ અને નિર્વાચન આયોગના આદેશ મુજબ આપવામાં આવેલ ઉપરોકત સુચનાઓનું દરેક મુદ્રકે ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.

આ હુકમ તા.૨૭/૧૦/૧૯ થી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલી રહેશે. જેના ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૧૨૭(ક)(૪)ની જોગવાઈ મુજબ છ માસની સજા અગર રૂ.૨૦૦૦/- દંડ કે સજાને પાત્ર રહેશે. આ ઉપરાંત ઉકત જોગવાઈઓ સુચનાઓના ભંગ બદલ યોગ્ય જણાયે મુદ્રણાલયનું લાયસન્સ રદ કરવા પણ પગલા ભરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.