ટેલેન્ટ અને ભારે મહેનતથી કેરિયર બને છેઃ દિશા પટની
મુબંઇ, ઉભરતી સ્ટાર દિશા પટનીને બોલિવુડમાં આવ્યાને હજુ વધારે સમય થયો નથી પરંતુ તેની ગણતરી ટોપ સ્ટારમાં થવા લાગી ગઇ છે. દિશા પટની ટુંકા ગાળામાં જ ચાહકોની વચ્ચે લોકપ્રિય થઇ ચુકી છે. તે ચાહકોના દિલો દિમાગ પર છવાઇ ચુકી છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી મારફતે દિશા પટની બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. ત્યારબાદ તે સતત લોકપ્રિયતા મેળવી રહી છે. તે હાલમાં જ સલમાન ખાનની સાથે ભારત નામની ફિલ્મમાં નજરે પડી હતી. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી ગઇ હતી. તે સલમાન ખાનની સાથે એક ગીતમાં નજરે પડી હતી.
ફિલ્મમાં તેની ભૂમિકા ટુંકી હતી પરંતુ તે આ રોલમાં જારદાર રીતે હોટ તરીકે છવાઇ ગઇ હતી. તે બોલિવુડના સ્ટાર અભિનેતા શાહરૂખ ખાનનો દાખલો આપતા કહે છે કે એક માનવી ભલે બોલિવુડમાં કોઇ ઓળખ વગર એન્ટ્રી કરે પરંતુ તે પોતાની ટેલેન્ટ સાથે આગળ વધી શકે છે. દિશા પટનીએ કહ્યુ છે કે તેને ફિલ્મ સાથે જાડાયેલા લોકો હમેંશા પસંદ કરે છે.
દિશાનુ કહેવુ છે કે જા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેને પસંદ કરતા નથી તો આનો અર્થ એ બિલકુલ નથી કે તે કોઇ સ્ટાર કિડ્સ તરીકે નથી. ટેલેન્ટ અને મહેનતથી દરેક વ્યક્તિ આગળ જાય છે. તેનુ કહેવુ છે કે જ્યારે શાહરૂખખાને બોલિવુડમાં એન્ટ્રી કરી ત્યારે તેને કોઇ ઓળખતા ન હતા. આજે શાહરૂખ ખાન ક્યાં છે તે તમામ લોકો સારી રીતે જાણે છે. તેનુ એમ પણ કહેવુ છે કે તેને પોતાને સ્કીન પર જાવાનુ બિલકુલ પસંદ નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે આશાવાદી છે. તેની પાસે હાલમાં મલંગ નામની ફિલ્મ છે. જેમાં આદિત્ય રોય કપુર સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં અનિલ કપુર પણ છે.