મેરેજમાં આગ લાગી છતાં લોકો ભોજનની મજા લેતા રહ્યા
થાણા, સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જાેવા મળે છે કે એક મેરેજ હોલના મંડપમાં ભીષણ આગ લાગી પરંતુ તેનો કોઈ જ ફરક ત્યાં હાજર લોકો પર ન પડ્યો. તેઓ તો પાછળ આગ ફાટી નીકળી પણ મોજથી ભોજનનો આનંદ માણતા રહ્યા.
કહેવાય છે કે આ વીડિયો મહારાષ્ટ્રના થાણાનો છે. રવિવારે મોડી રાતે થાણાના અન્સારી મેરેજ હોલમાં આગ લાગી ગઈ. આગના કારણે મેરેજ હોલને ખુબ નુકસાન થયું. જાે કે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈના ઘાયલ થવાના કે મોતના અહેવાલ નથી.
જ્યારે મેરેજ હોલમાં આગ લાગી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. વાયરલ વીડીયોમાં જાેવા મળી રહ્યું છે કે મેરેજ હોલમાં ભયાનક આગ લાગવા છતાં ત્યાં હાજર લોકો ખાવાનું ખાતા રહ્યા. મોટાભાગના લોકો એ જ ઈચ્છતા હતા કે આગ વધુ ફેલાય તે પહેલા ખાવાનું ખાઈને ત્યાંથી ભાગી જાય. સોશિયલ મીડિયા પર આ યૂઝર્સ હવે લોકોની ટીકાનો ભોગ બની રહ્યા છે.
તેમનું કહેવું છે કે લોકો આટલા અસંવેદનશીલ કેવી રીતે હોઈ શકે? મેરેજ હોલની આગ એટલી ભીષણ હતી કે ગણતરીની પળોમાં આખો મંડપ બળીને ખાખ થઈ ગયો. આ દરમિયાન કોઈએ ગમે તેમ કરીને દુલ્હા અને દુલ્હનને બચાવી લીધા.
સમયસર લોકોને ત્યાંથી ખસેડી પણ લેવાયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મેરેજ હોલમાં લાગેલી આગ બુઝાવતા ખુબ મહેનત લાગી. ફાયર બ્રિગેડની ૬ ગાડીઓ આગ બુઝાવવામાં કામે લાગી. આગ બુઝાવવામાં લગભગ ૩ કલાકનો સમય લાગ્યો.
જાે કે હજુ સુધી એ ખબર નથી પડી કે આગ કયા કારણે લાગી? તેમણે વધુમાં કહ્યું કે મેરેજ હોલમાં લાગેલી આગના મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે. એ વાતની તપાસ થઈ રહી છે કે આગ લાગવાની ઘટના એક અકસ્માત હતો કે પછી કોઈએ જાણી જાેઈને કર્યું. જાે કોઈ દોષિત જણાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.SSS