Western Times News

Gujarati News

ટ્વીટરના ભારતીય મૂળના સીઇઓ પરાગ અગ્રવાલને મળે છે 11.40 કરોડનો પગાર

Pic:Twitter

લોકપ્રિય માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટરનાં નેતૃત્વમાં સોમવારે મોડી સાંજે મોટું પરિવતન આવ્યું. કંપનીના સહ સંસ્થાપક જૈક ડોર્સીએ CEOપદેથી રાજીનામું આપ્યું. હવે કંપનીના CEO ભારતીય-અમેરિકી પરાગ અગ્રવાલને બનાવાયા છે, જેઓ આ પહેલા કંપનીના ચીફ ટેકનિકલ ઓફિસર રહી ચૂક્યા છે.

IITમુંબઈથી પાસ થયેલા પરાગ અગ્રવાલ કોણ છે ?

સ્ટેનફોર્ડ યૂનિવર્સીટીમાંથી Ph.d પરાગ અગ્રવાલ Twitter સાથે 2011માં જોડાયા હતા.આ પહેલા તેઓ યાહૂ અને માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે કામ કરી ચુક્યા હતા. અગ્રવાલ આઈ.આઈ.ટી બોમ્બેના પૂર્વ વિધાર્થી છે.આ સિવાય તેઓએ અમેરિકાની સ્ટેનફોર્ડ યૂનિવર્સીટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં Ph.d.ની ઉપાધી મેળવી છે.

એડ્સ એન્જિનીયર તરીકે Twitter સાથે જોડાયેલા અગ્રવાલ ઓક્ટોબર 2017 માં કંપનીના મુખ્ય તકનીકી અધિકારી (CTO) બનાવાયા હતા. તેઓ કંપનીની ટેકનિકલ સ્ટ્રેટેજી બનાવવાનું કામ સંભાળતા આવ્યા છે.પીપલએઆઈના મતાનુસાર,પરાગની કુલ આવક 1.52 મિલિયન ડોલર છે. જે આશરે 11 કરોડ એટલે કે 11,39,92,400 જેટલી થાય છે.

પોતાના રાજીનામાં સાથે જૈક ડોર્સીએપરાગ અગ્રવાલના ખુબ વખાણ કર્યા.તેઓએ કહ્યું કે, મને CEO તરીકે પરાગ ઉપર પૂરો વિશ્વાસ છે.છેલ્લા 10 વરસોમાં તેમનું કામ એકદમ શાનદાર રહ્યું છે.તેઓ કંપની અને તેની જરૂરિયાતોનેબહુ સારી રીતે સમજે છે.

તો પરાગ અગ્રવાલે પોતાની નિયુક્તિ બાદ નિવેદનમાં કહ્યું કે, આજે આ સમાચાર પર લોકો અલગ-અલગ વિચાર પ્રદર્શિત કરશે.કારણકે, તેઓ ટ્વીટર અને અમારા ભવિષ્યની ચિંતા કરે છે આ જ સંકેત છે કે,અમારા કામનું મહત્વ છે. આવો, વિશ્વને ટ્વીટરની પૂરી ક્ષમતા દેખાડીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.