સહાયક પ્રજનન ટેકનોલોજી, જજ વેતન સુધારા અને જળાશય પ્રોટેક્શન બિલ રજૂ થશે
આજે સત્રના બીજા દિવસે લોકસભા અને રાજ્યસભામાં ત્રણ મહત્ત્વના ખરડા રજૂ થઇ રહ્યા છે.
સંસદના શિયાળુ સત્રનો ગઈ કાલથી પ્રારંભ થઇ ગયો છે અને ત્રણેય કૃષિ કાયદા રદ કરતા ખરડા બંને ગૃહોમાં પસાર થઇ ગયા છે અને પ્રથમ દિવસથી જ વિપક્ષ દ્વારા ભારે હંગામો શરૂ થઇ ગયો છે. આજે સત્રના બીજા દિવસે લોકસભા અને રાજ્યસભામાં ત્રણ મહત્ત્વના ખરડા રજૂ થઇ રહ્યા છે.
આજે લોકસભામાં સહાયક પ્રજનન ટેકનોલોજી ખરડો તેમજ ન્યાયાધીશ વેતન સુધારા ખરડો રજૂ થશે અને એ જ રીતે રાજ્યસભામાં જળાશય પ્રોટેક્શન ખરડો રજુ થઇ રહ્યો છે અને આજે પણ વિપક્ષ દ્વારા સરકારની કામગીરી ખોરવી નાખવા માટે નો પ્રયાસ થઈ રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આજે લોકસભામાં ખૂબ જ મહત્વના મનાતા રિપ્રોડક્ટિવ ટેકનોલોજી નિયમન ખરડો રજૂ થવાનો છે. એ જ રીતે ન્યાયાધીશ વેતન સુધારા ખરડો પણ ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે.
બીજી બાજુ રાજ્યસભામાં જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા જળાશય સુરક્ષા ખરડો રજૂ થવાનો છે અને ચર્ચા વગર જ આ ખરડા પસાર થઈ જવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.