લગ્નમાં ડીજે બંધ કરવા અંગે બે પક્ષો વચ્ચે થઈ મોટી બબાલ, યુવકને ઢોર માર મારતા મોત
ગોરખપુર, ગોરખપુર જિલ્લાના ગોરખનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મેરેજ હાઉસમાં લગ્ન સમારોહ દરમિયાન ડીજે બંધ કરવાને લઈને બે પક્ષો વચ્ચે જાેરદાર હંગામો થયો હતો. વારંવાર સમજાવવા છતાં પણ ઉગ્ર જાનૈયા કોઈનું સાંભળવા માટે તૈયાર ન હતા.
ત્યારબાદ રોહિત ઉર્ફે રાહુલ નામના એક યુવકને લગ્ન સમારોહમાંથી પરત ઘરે જતો હતો તે સમયે ખુબ જ ખરાબ રીતે માર માર્યો હતો. જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના સ્થળ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીઓની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજની મદદથી પોલીસે આરોપીઓની ઓળખ કરવાની કામગીહી હાથધરી છે. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે છાપામારી શરુ કરી છે.
મળતી માહિતી મુજબ ચિલુઆતાલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિષ્ણુપુરમ રામનગરમાં રહેતા શેષનાથ સિંહની યુવતીના લગ્ન ગોરખનાથ પોલીસ સ્ટેશન વિસ્તારના રિમઝિમ પેલેસમાં યોજાયા હતા. પીપીગંજથી વરઘોડો નીકળ્યો હતો. રામનગરના વિશુનપુરા ટોલાનો રહેવાસી રોહિત સિંહ પણ લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. રાત્રે ડીજે બંધ કરી દેવાતા વરઘોડામાં આવેલા યુવાનોએ હંગામો મચાવ્યો હતો.
મામલો વધી જતાં રાહુલે ડાયલ ૧૧૨ પર ફોન કર્યો હતો. પીઆરવી ઘટના સ્થળે પહોંચી સમજાવટ બાદ ડીજે બંધ કરાવ્યું હતું. આ વાત જાનૈયાઓને ખટકી હતી. રોહિત બાઇક પર ઘરે જવા નીકળ્યો ત્યારે ઝઘડો થતા યુવકોએ તેને ઘેરી લીધો હતો. અને હોકી, સળિયા અને તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જે બાદ આરોપીઓ બાઇક અને કારમાં પીપીગંજ તરફ ભાગી ગયા હતા.
જાણ થતાં ત્યાં પહોંચેલા સંબંધીઓ ગંભીર હાલતમાં રોહિતને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જાેકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. માહિતી મળતાં જ ગોરખનાથ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસે આરોપીઓની શોધખોળ માટે દરોડા પાડી રહ્યા છે.SSS