૧૯ વર્ષીય નરાધમને ફાંસીની સજા, ૭૪ દિવસમાં કોર્ટે ફેંસલો સંભળાવ્યો
જયપુર, રાજસ્થાનમાં ૬૦ વર્ષીય વિધવા સાથે બળાત્કાર કરીને હત્યા કરનારા બદમાશને ૭૪ દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી છે. હનુમાનગઢ જિલ્લાના પીલીબંગામાં યુવકે ઘરમાં ભરાઈને ૬૦ વર્ષીય વિધવા સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરી દીધી હતી.
રાજસ્થાન પોલીસે આ કેસમાં ઝડપથી માત્ર ૭ દિવસમાં તપાસ પૂરી કરી દીધી હતી. કેસની સુનાવણી કરી રહેલા જજે ૬૬ દિવસમાં દોષીને ફાંસીની સજા સંભળાવી છે. જજ સુરેન્દર કુમારે કહ્યું કે આ દોષિ સભ્ય સમાજ માટે જાેખમ છે અને એવી વ્યક્તિને સમાજમાં રહેવા લાયક નહીં માનવામાં આવે એટલે તેને મોતની સજા આપવી જાેઈએ.
તો સરકારી વકીલે જણાવ્યું કે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ૬૦ વર્ષની આ વિધવાના દિયરે પીલીબંગા પોલીસ સ્ટેશનમાં હત્યા અને દુષ્કર્મનો કેસ દાખલ કરાવ્યો હતો.
ત્યારબાદ આરોપીની પોલીસ ધરપકડ કરી હતી. વિધવાના પતિનું ત્રણ વર્ષ પહેલા જ મોત થઈ ગયું હતું. તે એકલી ઘરમાં રહેતી હતી. ત્યારબાદ તે ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે જ્યારે આરોપી સુરેન્દરની ધરપકડ કરી તો તપાસમાં જાણવા મળ્યું કે દારૂના નશામાં મહિલા સાથે બળાત્કાર કર્યો અને પછી ગળું દબાવીને મારી નાખી હતી. ત્યારબાદ તે ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અપર લોક એડવોકેટ અગ્રસેન નૈને જણાવ્યું કે ઘટના પોલીબંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ થઈ હતી. ઘટના મુજબ સુરેન્દ્ર ઉર્ફે માંડિયાએ એકલી રહેતી પોતાના જ ગામની ૬૦ વર્ષીય વૃદ્ધાના ઘરમાં ૧૬ સપ્ટેમ્બરની રાતે ભરાઇને દુષ્કર્મનો પ્રયાસ કર્યો. વૃદ્ધે જ્યારે તેનો પુરજાેશથી વિરોધ કર્યો તો તેણે તેની હત્યા કરી દીધી ત્યારબાદ શવ સાથે રેપ કર્યો હતો.
ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. પોલીસ આ ઘટમાં તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ કરી હતી.
રાજસ્થાનમાં ગત વર્ષોમાં રેપના ઘણા એવા કેસ સામે આવ્યા હતા જેમાં પોલીસે તત્પરતા દેખાડતા આરોપીઓ વિરુદ્ધ રેકોર્ડ ઓછામાં ઓછા સમયમાં ચલણ રજૂ કર્યું. તો કોર્ટોએ પણ આ કેસોમાં સતત ઝડપથી સુનાવણી કરતા આરોપીઓને તેમના અંજામ સુધી પહોંચાડ્યા.
હનુમાનગઢમાં થયેલી અ જઘન્ય ઘટનાએ લોકોમાં સનસની ફેલાવી દીધી હતી. આ ઘટના પોલીસ માટે કોઈ પડકારથી ઓછી નહોતી પરંતુ પોલીસે સંવેદનશીલતા સાથે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધો. પોલીસ આ ઘટનાને કેસ ઓફિસર સ્કીમમાં લીધા બાદ સંપૂર્ણ સતર્કતા સાથે કાર્યવાહી કરી જેથી આરોપીને તેના ગુનાની સજા મળે.HS