રાજકોટઃ વગ ધરાવનારાઓની જગ્યા બચાવવા નકશો બદલાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Rajkot-2.jpg)
રાજકોટ, રાજકોટના અંકુર રોડ પર સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. ટીપી રોડ નીકળતો હોવાથી અનેક ઘર કપાતમાં આવતા હોવાથી ૨૦૦થી વધુ મહિલાઓ અને પુરુષો ભેગા થયા હતા. ટીપી સ્કીમના કારણે પોતાના ઘર કપાતમાં જતા રહેવાના હોવાથી પોતાનો આશિયાનો બચાવવા માટે અહીં સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો છે.
અંકુર રોડ પર ટીપી રોડ નીકળતા ૧૧૫ ઘર કપાતમાં આવતા હોવાથી લોકો એકઠા થયા હતા. જ્યાં સ્થાનિક લોકોએ તંત્ર પર મોટા આક્ષેપ કર્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા માટે મનપાએ રાતોરાત નકશો બદલ્યો છે. પહેલાના નકશામાં આ વિસ્તાર કપાતમાં આવતો નહોતો, પરંતુ અચાનક નકશો બદલીને મોટા માણસોને બચાવવા માટે નાના માણસોના ઘર તોડવામાં આવી રહ્યા છે.
રાજકોટના અંકુર રોડ પર સ્થાનિકોનો હલ્લાબોલ અને વિરોધ દરમિયાન ૨ લોકો બેભાન થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.SSS