કપડવંજ તાલુકાના ફુલજીના મુવાડાના યુવકને પોકસો કેસમાં ૧૦ વર્ષની સખત કેદની સજા
(પ્રતિનિધિ) નડિયાદ, કપડવંજ તાલુકા ના ફુલજીનામુવાડા ના યુવક એક સગીરાને ભગાડી જઇને વિવિધ જગ્યાએ ફેરવી તેની સાથે જાતીય અત્યાચાર ગુજાર્યો હતો આ કેસમાં નડિયાદ કોર્ટ એ યુવકને કસૂરવાર ઠેરવી પોકસો કેસ માં ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સંદીપભાઈ નટવરસિંહ સોલંકી, રહે.ફુલજીનામુવાડા, તા.કપડવંજ, ની નજર બાજુમાં આવેલા જાેરાપુરા ગામની ૧૭ વર્ષીય સગીરા પર પડી હતી આ સગીરા સંદીપભાઈ મનમાં વસી ગઈ હતી જેથી સંદીપભાઈ એ આ સગીરા સાથે સંબંધ વધાર્યા હતા અને તારીખઃ- ૪/૨/૨૧ ની રાત્રી ના જાેરાપુરા ગામે થી સગીરા (ઉ.વ.૧૬ વર્ષ ૧૦ માસ)ને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો
અને વિવિધ ઠેકાણે ફેરવી તેની સંમતિ વગર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો આ બાબતની ફરિયાદ ભોગ બનનારની માતાએ પોલીસ મથકે આપી હતી. જેથી પોલીસે આરોપી સંદીપભાઈ સોલંકીની ધરપકડ કરી તપાસ બાદ ચાર્જ શીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી.
આ કેસ નડિયાદના સ્પેશ્યલ પોસ્કો ન્યાયાધીશ ડી આર ભટ્ટ ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મૃગાબેન(પદમાબેન) વી.દવે નાઓ એ એવી દલીલ કરી હતી કે હાલના સમયમાં સગીર દીકરીઓની ઉપર થતા બળાત્કારના ગુનાઓ વારંવાર બનતા હોય છે.
જેથી સમાજમાં દાખલો બેસે અને આવા પ્રકારના ગુનાઓ થતા અટકે તે માટે આરોપીઓને સખત સજા થવી જાેઈએ ન્યાયાધીશ આ દલીલો તથા આ કામે કુલ ૯ ના સાહેદોની મૌખિક જુબાનીઓ તથા ૧૭ દસ્તાવેજી પુરાવા ધ્યાનમાં લઇ આરોપી સંદીપ ને કસૂરવાર ઠેરવી દસ વરસ ની સજા કરી છે