ધાર્મિક સ્થળની નજીક, જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધઃ ઘાસચારો જપ્ત કરાશે
(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં ધાર્મિક સ્થળની નજીક અને જાહેર સ્થળોએ ગાયને ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકાશે અને ઘાસચારો વેચનાર સામે પગલાં લેવામાં આવશે તેમજ ઘાસચારેો વેચનારનો સામાન પણ જપ્ત કરવામાં આવશે. શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા વિકટ છે.
રખડતા ઢોરોને પકડવા માટે કોર્પોરેશનની સીઅનસીડી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ રોજના ૧૦૦ પશુ પકડવામાંઅ ાવતા હતા. જ્યારે ઢોર પકડનારી ટીમની સંખ્યા વધારીને ૧૪ કરવા છતાં હવે માંડ પ૦ પશુઓ પકડાય છે.
જાહેરમાં તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ જ્યાં પણ ઘાસચારાનું વેચાણ કરવામાં આવે છે ત્યાંથી ઘાસચારા વેચનારને દૂર કરવા અને ઘાસચારો ન વેચવા દેવા સુચના આપવામાં આવી છે. હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિના ચેરમેેન ભરત પટેલે જણાવ્યુ હતુ કે જાહેરમાં જે પણ ઘાસચારો વેચાણ કરે છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યુ હતુ કે રખડતા ઢોરને પકડવા માટે સીએનસીડી વિભાગમાં સ્ટાફ વધારવામાં આવ્યો છે. અગાઉ ૮ ટીમો કામ કરતી હતી. હવે વધુ પાંચ ટીમો વધારી છે. કુલ ૧૪ ટીમો કામ કરે છે છતાં ઢોર પકડવાની કામગીરી ઢીલી છે.
રોજના ૮૦ જેટલા ઢોર પકડવામાં આવતા હતા. અત્યારે ફરી પ૦ જેટલા ઢોર જ પકડાય છેે. જાહેરમાં શૌચાલયો જે આવ્યા છે તેમાં સંચાલન કરનારને રૂા.રપ,૦૦૦ ચુકવવામાં આવે છતાં સફાઈ કરવામાં આવતી નથી તેમજ લોકમુખેે સાંભળ્યા મુજબ આવનાર નાગરીક પાસેથી પણ પૈસા વસુલ કરવામાં આવતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. એએમસીના કોમ્યુનિટિ હોલમાં પણ સફાઈ થતી નથી.