ગુજરાતના આ જિલ્લાની પોલિસ કચેરીમાં બન્યું, કોર્પોરેટ ઓફિસ જેવું સ્વાગતકક્ષ
અરવલ્લી SPની અનોખી પહેલ SP કચેરીમાં “સ્વાગત કક્ષ”નું ઉદ્ઘાટન
(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સામાન્ય લોકો તેમને પડતી મુશ્કેલીઓ માટે પોલીસ સહાયતા મળી રહે તે માટે પ્રયત્નશીલ છે . જિલ્લા પોલીસ અધીક્ષક કચેરી ખાતે અરજદારો માટે સ્વાગત કક્ષ ઉભો કરવામાં આવ્યો છે
જેમાં અરજદારોને માહિતી અને તેમના કામકાજ માટે સહાયતા પુરી પાડવામાં આવશે જીલ્લા પોલીસવડા કચેરીમાં નિર્માણ સ્વાગત કક્ષમાં કામ પૂરું કરીને બહાર નીકળતા અરજદારો રિશેપ્સન રૂમમાં ફીડબેક ફોર્મ ભરીને પોલીસની કામગીરી કેવી લાગી તેનો અભિપ્રાય પણ આપી શકે છે.
કોર્પોરેટ ઓફિસોમાં જે રીતે રિસેપ્શન કાઉન્ટર બનાવવામાં આવે છે, તેવી જ રીતે અરવલ્લી જીલ્લા પોલીસવડા કચેરી ખાતે અરજદારો માટે સ્વાગત કક્ષ ખુલ્લો મુકવામાં આવ્યો છે જીલ્લા અધિક્ષક કચેરી ખાતે કામકાજ અર્થ આવતા લોકો તેમની કામગીરી અંગે પૂછપરછ કરી શકે અને અરજદારોને સહાયતા મળી રહે તેવો ઉમદા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.