સુરતમાં ઈન્ડોનેશિયાથી આયાત થતાં કોલસાના ભાવમાં ૭ થી ૮ ટકાનો વધારો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/coalindia.jpg)
યુરોપમાં ઠંડી શરૂ થતાં માંગ વધીઃ પ્રોસેસિંગ ચાર્જમાં વધારા-ઘટાડા મુદ્દે ચાલી રહેલા વિવાદને પગલે ઉદ્યોગકારો મુંઝવણમાં
સુરત, ઈન્ડોનેશિયાથી આયાત થતાં કોલસામાં કોલ માઈનિંગ કંપનીએ દિવાળી બાદ ભાવમાં ઘટાડો કર્યો હતો. પરંતુ શિયાળાના કારણે યુરોપના દેશોમાં કોલસાની માંગ વધતા ૭ થી ૮ ટકાનો ભાવ વધારો કરી દેવામાં આવતા સુરતના ટેક્ષ્ટાઈલ પ્રોસેસરો જાેબ ચાર્જમાં ઘટાડો કરવાને બદલે વધારો કરવાનું વિચારી રહ્યા છે.
શિયાળાની શરૂઆત સાથે યુરોપના દેશોમાં તાપમાન માઈનસ ડીગ્રી થઈ જતુ હોવાથી સામાન્ય દિવસા કરતાં ત્યાં હાલ કોલસાની ડીમાન્ડ વધુ હોય છ. યુરોપના દેશમાં ઈન્ડોનેશિયાથી મહત્તમ કોલસોા આયાત કરવામાં આવે છે. જ્યારે ટેક્ષ્ટાઈલ હબ ગણાતા સુરતના ટક્ષ્ટાઈલ સાથે સંકળાયેલા પ્રોસેસરા અને ટ્રેડર્સો જે કોલસો વાપરે છે એ પણ ઈન્ડોનેશિયાથી આયાત થયેલો હોય છે.
દિવાળી, બાદ ઈન્ડોનેશિયાની કોલ માઈનિંગ કંપનીઓએ કોલસાાના ભાવમાં ઘટાડો કર્યો હતો. પરંતુ યુરોપમાં માંગ વધતા ભાવમાં ૭ થી ૮ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. એવા સંજાેગોમાં સુરતના ટેક્ષ્ટાઈલ પ્રોસેસરો મુંઝવણમાં મુકાયા છે.
કોલસાના ભાવ વધારાને કારણે પ્રોસેસરો અને ટ્રેડર્સો વચ્ચે પ્રોસેસિંગ ચાર્જના ભાવ મુદદે ગજગ્રાહ ચાલી રહ્યો છે.
ત્યાં વળી કોલસાના ભાવમાં વધારો થતાં પ્રોસેસિંગ હાઉસ ધરાવનારા ઉદ્યોગકારો મુંઝવણમાં મુકાયા છે. આ અંગે ટેક્ષ્ટાઈલ પ્રોસેસરોએ જણાવ્યુ હતુ કે કોલસાના ભાવ ૧૦ થી ૧પ દિવસમાં ઘટ્યા બાદ ફરી ૭ થી ૮ ટકાનો વધારો થયો છે. જેથી પ્રોસેસિંગ ચાર્જમાં ઘટાડો કરવાને બદલે વધારો કરવો પડે એવી સ્થિતિ ઉભી થતાં ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારો મુશ્કલીમાં મુકાયા છે.