કચ્છ રણોત્સવમાં ડોમેસ્ટિક પ્રવાસીઓનો ધસારો વધ્યો
કચ્છ, સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન કહે છે, ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’.એટલે ફક્ત દેશનાં જ લોકો નહીં પણ વિદેશથી પણ લોકો રણોત્સવમાં જાેવા આવે છે.
ચાલુ વર્ષ રણોત્સવ ચાલુ થઈ ગયો છે. પરંતુ આ વર્ષે વિદેશી મહેમાનો આવ્યા નથી.અને વિદેશી આવતા પ્રવાસીઓનું કોઇ એડવાન્સ બુકીંગ પણ નથી.એક કારણ છે કે રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થઈ નથી.બીજું કારણ છે કોરોનાનો કેર, જેમાં પણ હાલમાં નવો વેરિયન્ટ આવ્યો છે.
જેના કારણે રણોત્સવમાં વિદેશી આવ્યા નથી. જાે કે દર વર્ષે રણોત્સવમાં ૫ થી ૬ લાખ પ્રવાસીઓ સફેદ રણ અને કચ્છની સાંસ્કૃતિ જાેવા આવે છે. અને ૫ થી ૬ લાખ પ્રવાસીઓમાંથી ૨૮ થી ૩૦ ટકા વિદેશી પ્રવાસીઓ આવે છે.
પરંતુ ચાલુ વર્ષે રણોત્સવમાં વિદેશી આવતા પ્રવાસીઓનું હજુ સુધી કોઈ બુકીંગ થયું નથી. ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું હતું કે રણોત્સવ શરૂ થઈ ગયો છે.અને મોટી સંખ્યામાં ડોમેસ્ટિક પ્રવાસીઓનો ધસારો આવી રહ્યો છે.
પરંતુ વિદેશી પ્રવાસીઓ આવ્યા નથી તેમને આશા હતી કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વિદેશી પ્રવાસીઓ આવશે.પરંતુ હવે નવો કોરોનાનો વેરિયન્ટ આવી ગયો છે. જેના કારણે પણ વિદેશથી પ્રવાસીઓનું કોઇ એડવાન્સ બુકીંગ પણ આવ્યું નથી.
જાેકે, ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યા વધી છે. અને ડિસેમ્બર એન્ડમાં ફૂલ બુકીંગ થયું છે.જાે કે દર વર્ષે ૫ થી ૬ લાખ પ્રવાસીઓ રણોત્સવમાં આવે છે જેમાંથી ૨૮ થી ૩૦ ટકા વિદેશી પ્રવાસીઓ છે જેના કારણે વિશ્વનો સૌથી ફેમસ ફેસ્ટિવલ બન્યો છે.
હજુ આશા છે કે ગુજરાતમાં ઘણી ઇવેન્ટ થઈ રહી છે તેમ વિદેશી પ્રવાસીઓ આવશે. વિદેશી પ્રવાસીઓ રણોત્સવ જાેવા નહિ મળે.પરંતુ ડોમેસ્ટિક પ્રવાસીઓનું બુકીંગ વધી રહ્યું છે ૨૫ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર ડિસેમ્બર ફૂલ બુકીંગ છે.
તમામ ટેન્ટ બુક થઈ ગયા છે.મહારાષ્ટ્ર કર્ણાટક, દિલ્હી પ્રવાસીઓ રણોત્સવ માટે બુકીંગ કરાવ્યું છે.જાે કે ટુર ઓપરેટરોને આશા હતી કે પ્રવાસન ખુલતા દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધશે.SSS