રાજપથ, કર્ણાવતી કલબ સહિત શહેરમાં કેટલાક સ્થળોએ રાસ-ગરબાના કાર્યક્રમો કેન્સલ કરાતા ખેલૈયાઓ નિરાશ
અમદાવાદ, અમદાવાદમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ મેઘરાજાએ જારદાર જમાવટ કરતાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તો, અમદાવાદ શહેર ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારો અને પંથકોમાં પણ છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી સતત મેઘમેહર જારી છે, જેના કારણે હવે ચોમાસાનો પાછોતરા વરસાદનો માહોલ વધુ પડતો હાવી બનતાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રાસ-ગરબાના આયોજનો વરસાદી પાણી વચ્ચે જાણે કે, ધોવાઇ ગયા છે.
અમદાવાદમાં રાજપથ, કર્ણાવતી કલબ સહિત અનેક સ્થળોએ રાસ-ગરબાના આયોજનો રદ કરવાની ફરજ પડી છે. બીજીબાજુ, નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકો ભારે નિરાશ અને હતાશામાં ગરકાવ બન્યા છે. ખાસ કરીને આયોજકોને તો, તેમના આયોજનો રદ થતાં લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં નવરાત્રિના સતત બીજા દિવસે રાસ-ગરબાના કેટલાય કાર્યક્રમો અને આયોજનો રદ કરવાની ફરજ પડી હતી.
મોટાભાગના સ્થળો અને ગ્રાઉન્ડ જાણે વરસાદી પાણીમાં ગરકાવ બન્યા છે. વળી, હજુ હવામાન વિભાગ દ્વારા આગામી બે થી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહીને લઇ નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકોની ચિંતા વધી છે. રાજયભરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ યથાવત્ છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા છ દિવસથી વરસાદી મહેર ચાલુ છે. તેમાં પણ આજે સતત છઠ્ઠા દિવસે મેઘરાજાએ જારદાર તોફાની અને ધમાકેદાર બેટીંગ કરી હતી.
અમદાવાદ શહેરમાં આજે વીજળીના જારદાર કડાકા અને ભડાકા તેમ જ ઠંડો પવન ફુંકાવાની સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આજના ભારે વરસાદના કારણે શહેરના રાસ-ગરબાના કાર્યક્રમો અને આયોજનો પણ જાણે વરસાદી પાણીમાં ધોવાઇ ગયા હતા.
સતત બીજા નોરતે પણ રાસ-ગરબાના કેટલાય કાર્યક્રમો અને આયોજનો રદ થતાં ખૈલેયાઓ અને આયોજકોમાં ભારે નિરાશા વ્યાપી ગઇ હતી. આ વખતે ટ્રાફિકના નવા આકરા નિયમો અને વરસાદનું બેવડું ગ્રહણ લાગ્યું હોય તેવી Âસ્થતિ બની છે. ખાસ કરીને રાસ-ગરબાના સ્થળોએ પા‹કગ, સીસીટીવી સહિતના કેટલાક નિયમોના કારણે ઘણા આયોજકો રાસ-ગરબાની પરમીશન મેળવવામાં જ ઉણા ઉતર્યા તો, રહી સહી કસર વરસાદે પૂરી કરી નાંખી.
રાજપથ, કર્ણાવતી સહિતની કલબો, પાર્ટી પ્લોટો અને ફાર્મ હાઉસમાં વરસાદી પાણી ફરી વળતાં મોટાભાગના સ્થળોએ નવરાત્રિના રાસ-ગરબાના આયોજનો ખોરવાઇ ગયા છે. અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત એવી રાજપથ અને કર્ણાવતી કલબ સહિતના સ્થળોએ તો, વરસાદને લઇ વણસેલી Âસ્થતિના કારણે આજે સતત બીજા દિવસે નોરતાના રાસ-ગરબાના કાર્યક્રમ રદ કરવા પડયા હતા. રાજયના વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં પણ ખૈલેયાઓ અને આયોજકની આવી જ કફોડી હાલત બની છે. આજથી નવલા નોરતાંનો પ્રારંભ થયો છે
ત્યારે હજુ પણ મેઘરાજાની અવિરત મેઘસવારી જારી રહેતાં અમદાવાદ સહિત રાજયના જુદા જુદા સ્થળોએ ભરાયેલા પાણી અને વરસી રહેલા વરસાદ વચ્ચે રાસ-ગરબાના મોટા-મોટા આયોજનો જાણે કે ધોવાઇ ગયા છે. તો, ગરબા આયોજકોને આ વખતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજીબાજુ, સતત વરસાદથી નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ અને ઉજવણીમાં ભંગ પડવાની Âસ્થતિ બનતાં ખૈલેયાઓમાં પણ ભારે નિરાશા વ્યાપી ગઇ છે. સૌકોઇ મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરતાં જાવા મળી રહ્યા છે.