પુલવામામાં અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા

File
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે એક આતંકવાદી હજુ પણ ફસાયેલો હોવાના અહેવાલ છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ફુરખાન અને યાસિર તરીકે થઈ છે. બન્ને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં હતા.
આ એન્કાઉન્ટર પુલવામાનાં કસ્બા યાર વિસ્તારમાં થઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે જે જગ્યાએ આતંકીઓ હતા ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ સ્થળની શોધખોળ તેજ કરી, દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ સતત ગોળીઓ ચલાવી રહ્યા હતા, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.HS