દેશમાં કોરોનાનાં સક્રિય કેસ પહેલીવાર ૧ લાખથી ઓછા નોંધાયા

નવીદિલ્હી, વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને ૨૬.૨૭ કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૫૨.૧૪ લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે ૭.૯૯ અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ ૨૬૨,૭૫૩,૦૧૨, મૃત્યુઆંક ૫,૨૧૪,૯૨૮ છે અને રસીકરણની કુલ સંખ્યા ૭,૯૯૨,૫૦૬,૬૭૬ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે માહિતી આપી હતી કે, છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણને કારણે ૨૬૭ લોકોનાં મોત થયા છે, જેની સાથે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮,૯૫૪ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે.
સમગ્ર વિશ્વમાં ભલે કોરોનાનાં નવા વેરિઅન્ટથી હાહાકાર મચ્યો છે પરંતુ દેશમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જાેવા મળી રહી છે. અહી કોરોનાનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૮,૯૫૪ નવા કેસ નોંધાયા છે. વળી આ સમયમાં કુલ ૧૦,૨૦૭ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા ૩,૪૦,૨૮,૫૦૬ થઈ ગઈ છે.
આજે એટલે કે બુધવારે મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-૧૯નાં કુલ સક્રિય કેસ ઘટીને પહેલીવાર ૧ લાખથી ઓછા ૯૯,૦૨૩ થયા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં ૧૨૪.૧૦ કરોડથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે.
આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૮૦,૯૮,૭૧૬ લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં હવે કુલ મૃત્યુઆંક ૪,૬૯,૨૪૭છે. ભારતમાં, કોવિડ રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ ૨૦૨૦ માં થયું હતું. નવા કોરોના વાયરસનાં સંક્રમણમાં દૈનિક વધારો સતત ૪૬ દિવસથી ૨૦,૦૦૦થી નીચે રહ્યો છે અને સતત ૧૪૯ દિવસથી દરરોજ ૫૦,૦૦૦ થી ઓછા નવા કેસ નોંધાયા છે.
આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૨,૫૨૩ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૦૮,૪૬૭ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, ભારતમાં પણ ર્ંદ્બૈષ્ઠિર્હ વેરિઅન્ટને લઈને કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે.
ઘણા રાજ્યોમાં પ્રાથમિક શાળાઓ ખોલવાનો ર્નિણય ફરી એકવાર થોડા વધુ દિવસો માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ સિવાય એરપોર્ટ પર પણ કડકાઈ રાખવામાં આવી રહી છે. આજથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા અને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
હવે ભારત આવનાર કોઈપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી રહેશે અને તેણે છેલ્લા ૧૪ દિવસની તેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ આપવી પડશે. આટલું જ નહીં, રાજ્યોને ટેસ્ટિંગ ઝડપી બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે જેથી કરીને ઓમિક્રોન વેરિઅન્ટનાં કોઈપણ જાેખમને સમજવા અને તેનો સામનો કરવા માટે પ્રયત્નો કરી શકાય.HS