રાજ્યમાં કોરોનાના નવા ૪૫ કેસ સામે આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૪૫ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૨૬ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૧૩૪ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૭૪ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૪,૨૬,૧૬૧ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૯૩ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૮ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૨૮૫ સ્ટેબલ છે. ૮,૧૭,૧૩૪ નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. ૧૦૦૯૩ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે.
આજે આણંદમાં એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૧ કેસ, ભરૂચ ૭, વડોદરા કોર્પોરેશન ૫, ગાંધીનગર કોર્પોરેશન ૪, સુરત કોર્પોરેશન ૪, કચ્છ ૩, નવસારી ૨, રાજકોટ કોર્પોરેશન ૨, વલસાડ ૨, ભાવનગરમાં ૧, આણંદ ૧, અન ખેડા ૧, ભાવનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં ૧-૧ કેસ આવ્યા છે. આ પ્રકારે કુલ ૪૫ કેસ આવ્યા છે.
રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૬ ને પ્રથમ જ્યારે ૨૨૧૫ વર્કર્સને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૯૫૬૨ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૦૧૪૨૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૮-૪૫ વર્ષ સુધીના ૩૧૪૪૬ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને ૨૮૧૫૦૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૪,૨૬,૧૬૧ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં ૮,૧૪,૮૨,૬૨૨ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS