ખેડૂતોના આંદોલનને કારણે એક વર્ષમાં રૂ. ૨૭૩૧ કરોડનું ટોલ નુકસાન
નવીદિલ્હી, રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ખેડૂતોના આંદોલનને કારણે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ટોલ વસૂલાતને અસર થઈ છે.
એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા ત્રણ કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોના આંદોલનને કારણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને રૂ. ૨૭૩૧.૩૨ કરોડનું ટોલ નુકસાન થયું છે. આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી.
રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ખેડૂતોના આંદોલનને કારણે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ટોલ વસૂલાતને અસર થઈ છે. તેમણે કહ્યું કે ઓક્ટોબર, ૨૦૨૦ માં, વિરોધીઓએ પંજાબમાં ટોલ પ્લાઝા બંધ કરવાનું શરૂ કર્યું, જેની અસર હરિયાણા અને રાજસ્થાનના ભાગોમાં પણ જાેવા મળી.
નીતિન ગડકરીએ સંસદના ઉપલા ગૃહમાં પણ જણાવ્યું હતું કે ખેડૂતોના આંદોલનને કારણે નેશનલ હાઈવે પરના ૬૦ થી ૬૫ ટોલ પ્લાઝા પ્રભાવિત થયા છે. તે જ સમયે, અન્ય એક પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૨,૦૦૦ કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ હાઇવે વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ બનાવવામાં આવી રહ્યા છે અને આમાંથી ઘણા પ્રોજેક્ટ્સ પર કામ ૨૦૨૧ માં પૂર્ણ થવાનું છે.
અગાઉ, સરકારે લોકસભામાં કહ્યું હતું કે તેમની પાસે ખેડૂતોના આંદોલન દરમિયાન મૃત્યુનો કોઈ ડેટા નથી. આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા વિરોધીઓના સંબંધીઓને આર્થિક સહાય અંગેના પ્રશ્નના જવાબમાં કૃષિ મંત્રાલયે કહ્યું કે તેમની પાસે આના સંબંધિત કોઈ રેકોર્ડ નથી. તેથી વળતરનો પ્રશ્ન જ ઊભો થતો નથી. લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ખેડૂતોના આંદોલન દરમિયાન વિરોધીઓના મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જણાવી દઈએ કે ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો એક વર્ષથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર ધામા નાખ્યા છે. ખેડૂતોના ચાલી રહેલા આંદોલનને જાેતા સરકારે એક દિવસ પહેલા જ આ ત્રણ કાયદા પરત કરવા પર મહોર મારી દીધી છે. જાે કે સરકારના આ પગલા છતાં ખેડૂત સંગઠનો આંદોલન છેડવા તૈયાર નથી.HS