GCCI દ્વારા મેસ્સે મુન્ચેન ઈન્ડિયાના સહયોગથી ગાંધીનગર ખાતે પ્રદર્શનનું આયોજન
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મેસ્સે મુન્ચેન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (MMI)ના સહયોગથી આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન માનનીય શ્રી કનુભાઈ દેસાઈ, નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનમાં 3 મુખ્ય શ્રેણીઓ છે જેમ કે, IFAT ઈન્ડિયા, ડ્રિંક ટેક્નોલોજી ઈન્ડિયા અને સ્માર્ટર ઈન્ડિયા જેમાં લગભગ 200 થી વધુ પ્રદર્શકો દ્વારા પર્યાવરણ, પીણા, ડેરી અને સૌર ઉદ્યોગોમાંથી તેમની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવી છે.
આ પ્રદર્શનમાં નવા સપ્લાયરોને મળવાની, નવી જરૂરિયાત સાથે હાલના સપ્લાયર સાથે પુનઃજોડાણ કરવાની અને નવા ટ્રેન્ડ અને ટેકનોલોજી વિશે માહિતી મેળવવાની અપેક્ષા છે. આ પ્રદર્શન 2- 4 ડિસેમ્બર, 2021 સુધી સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.