ઓમિક્રોન અમેરિકા સહિત ૨૪ દેશોમાં જોવા મળ્યો
નવી દિલ્હી, સાઉથ આફ્રિકામાં દેખાયેલો કોરોનાનો નવો અને ખતરનાક મનાતો વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સાઉથ આફ્રિકામાં એક જ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ડબલ થઈ ગઈ છે.
કોરાનોનો નવો વેરિએન્ટ હવે દુનિયાના અમેરિકા સહિતના ૨૪ દેશોમાં જાેવા મળી રહ્યો છે.બીજી તરફ સાઉથ આફ્રિકાએ કોરાનાના રસીકરણ માટેની ઝડપ વધારી દીધી છે.જેથી લોકોને આ વેરિએન્ટથી બચાવી શકાય .
ઓમિક્રોનના પ્રાથમિક સ્ટડી બાદ જાણકારોનુ માનવુ છે કે, આ વેરિએન્ટ વધારે સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.દરમિયાન સાઉથ આફ્રિકામાં પહેલા દિવસે ૪૦૦૦ ઉપરાંત અને બીજી દિવસે ૮૦૦૦ કરતા વધારે કોરોનાના દર્દીઓ નોંધાયા છે.
સાઉથ આફ્રિકામાં આ વેરિએન્ટના ૭૨ ટકા કેસ એેક જ રાજ્યમાંથી સામે આવ્યા છે.સરકાર પર હવે લોકોને કોરોનાની રસી આપવાનુ દબાણ વધી રહ્યુ છે.SSS