બકરી સરકારી કચેરીમાંથી ફાઈલ લઈને ભાગી ગઈ

નવી દિલ્હી, સરકારી ઓફિસોમાં કઈ હદની લાલિયાવાડી ચાલતી હોય છે તેનો એક કિસ્સો સપાટી પર આવ્યો છે. કાનપુરની એક સરકારી ઓફિસનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાનપુરનો વિડિયો છે અને સરકારી ઓફિસમાં ઘુસેલી બકરી ફાઈલ ઉઠાવીને ભાગી ગઈ હતી.
વિડિયોમાં મોઢામાં ફાઈલ દબાવીને બકરી જાેઈ શકાય છે અને તેન પાછળ એક વ્યક્તિ દોડી રહ્યો છે.જે કદાચ સરકારી કર્મચારી છે.ફાઈલ અગત્યની હશે એટલે બકરીને પકડવા માટે આ વ્યક્તિ માથાકુટ કરતો જાેઈ શકાય છે.
જાેકે વિડિયોમાં જાેઈ શકાય છે કે, બકરી આ કર્મચારીને દોડાવે છે અને વિડિયો પૂરો થાય છે ત્યાં સુધી તો બકરી આ કર્મચારીના હાથમાં આવતી નથી.રાજીવ નિગમ નામના યુઝરે આ વિડિયો શેર કર્યો છે અને સાથે સાથે લખ્યુ ે કે, કાનપુર પણ ગજબ છે ભાઈ..એક બકરી સરકારી ઓફિસમાંથી પેપર ઉઠાવીને ભાગી રહી છે અને કર્મચારી તેનો પીછો કરી રહ્યો છે.
આ વિડિયો વાયરલ થયા બાદ લોકો જાત જાતની કોમેન્ટસ ટિ્વટર પર કરી રહ્યા છે.એક યુઝરે લખ્યુ છે કે, બસ હવે આ જ જાેવાનુ બાકી હતું.SSS