Western Times News

Gujarati News

ઉ. ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ

હાથમતી તથા બુઢેલી નદી બની ગાંડીતૂરઃ ખેતરોના પાણી ભરાતા ખેડૂતોને લાખોનું નુકશાનઃ સૌરાષ્ટ્રમાં વરસી રહેલો વરસાદ : ભીલોડા-ભાભરમાં વરસાદઃહિંમતનગરમાં ૮ ઈંચ વરસાદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અત્યારે વરસાદે વિરામ લીધો છે પરંતુ હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજુ ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદે ઉત્તર ગુજરાતમાં ભારે કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોના જણાવ્યા અનુસાર લાખ્ખો રૂપિયાનું નુકશાન થયુ છે.

વરસાદે આજે વિરામ લીધો છે પરંતુ ગઈકાલે અમદાવાદમાં (Ahmedabad) મેઘરાજાએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી દીધું હતુ. વિજળીના કડાકા-ભડાકા સાથે તથા ૭પ માઈલની ગતિએ ફૂંકાતા વાવાઝોડાથી ૧૦ થી વધુ વૃક્ષો તૂટી પડ્યા હોવાના સમાચાર છે. વાઈબ્રન્ટ ગરબા ઉત્સવ Vibrant Garba celebration, GMDC ground ઉજવવાનો હતો ત્યાં ગઈકાલના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી દીધી છે.

GMCD ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ઠેર ઠેર કાદવ કીચ્ચડ જાવા મળે છે. ગઈકાલે ફૂંકાયેલા ઠંડા પવનને કારણે GMDCના ગ્રાઉન્ડ પર મુકવામાં આવેલા હોર્ડીંગ્સ, લાઈટોના થાંભલા, તથા બાંધવામાં આવેલા ટેન્ટ, ધરાશાયી થઈ જતાં ખેલૈયાઓની ગરબે ઘુમવાની આશા પર વરસાદે પાણી ફેરવ્યુ હતુ.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે મોટાભાગના રસ્તાઓ ધોવાઈગયા છે. નદીઓમાં પાણી વધી રહ્યા છે. ખેતરોઅ તથા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા છે. જેને કારણે ભારે તબાહી સર્જાઈ છે. સાબરકાંઠામાં Sabarkantha ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઉભો પાક ખલાશ થતાં લાખ્ખો રૂપિયાનું નુકશાન થયાના સમાચાર છે., ખાસ કરીને ક્ઠોળના પાકને ભારે નુકશાન પહોંચ્યુ હતુ.

અરવલ્લી તથા અરવલ્લી જીલ્લામાં Arvalli District ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે. ભિલોડા તાલુકાની બુઢેલી નદી (Bhiloda district Budhheli river) તથા હાથમતી નદી Hathmati River ગાંડીતૂર બની છે. ધોલવાણી ગામમાં Dholvani village નદી ગાંડીતૂર બની છે.ધોલવાણી ગામમાં પાણી ભરાતા સંપર્ક તૂટી ગયો છે. અને મકાનોને ભારે નુકશાન થયાના સમાચાર છે. ગામમાં કેડસમા પાણી જાવા મળે છે. જીલ્લાના તમામ ડેમો ઓવરફલો થઈ ગયા છે.

સતત વરસી રહેલા વરસાદને કારણે ભિલોડા-૮, ભાભર ૮, સતલાસણામાં માત્ર ર૪ કલાકમાંજ ૮ ઈંચ વરસાદ વરસતા, ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી અસરગ્રસ્ત વિસ્તાર ધોલવાણી ગામ છે. ભીલોડામાં પણ મેઘતાંડવના સમાચાર છે. છેલ્લા ઘણા વર્ષોના વરસાદે આ વર્ષે રેકોર્ડ તોડ્યો હોવાનું કહેવા છે.

સાબરકાંઠા જીલ્લામાં પણ અત્યારે ધોધમાર વરસાદ ભારે પવન સાથે વરસતા લોકો હવે ખમૈયા કરો એવી પ્રાર્થના કરી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પણ ઠપ્પ થઈ ગયુ છે. મેઘરાજા હવે ઉત્તર ગુજરાતમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા હોય તેમ જણાઈ રહ્યુ છે. સાબરકાંઠા તથા અમરેલી જીલ્લામાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારઠપ્પ થઈ ગયો છે.મોટાભાગના રસ્તાઓ તથા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.

સાબરકાંઠા તથા બનાસકાંઠા Sabarkantha & Banaskantha બાદ સૌરાષ્ટ્રમાં Saurashtra પણ અનેક ઠેકાણે વરસાદ હોવાના (Heavy rain in Ahmedabad) સમાચાર છે. પોરબંદરમાં Porbandar વરસાદ તૂટી પડતા વાડી વિસ્તારમાં જળબંબાકાર વરસાદ તૂટી પડતાં વાડી વિસ્તારમાં જળબંબાકાર જેવીપરિસ્થિતિ સર્જાઈ છે.

છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધારે વરસાદ ભીલોડા, ભાભર, સાબરકાંઠા તથા મહેસાણામાં ૮-૮ ઈંચ વરસ્યો છે. જ્યારે ઈડર-રાધનપુરમાં પ-પ, પ્રાંતિજમાં ૪ ઈંચ, છેલ્લા ૪ દિવસથી પાટણમાં સતત વરસી રહેલા વરસી રહેલો વરસાદ વિરામનું નામ લેતો નથી. છેલ્લા ર૪ કલાકમાં પાટણમાં ૪ ઈંચ વરસાદના સમાચાર છે. છેલ્લા મળી હેલા સમાચાર મુજબ વડોદરામાં વરસાદે એન્ટ્રી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.