સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશનમાં HIV એઈડ્સ સભાનતા કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં એચઆઈવી એઈડ્સ સભાનતા કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ.નાં કેમ્પસ કૉ- ઓર્ડીનેટર ગીતાબેન શ્રીમાળી તેમજ કૉલેજ કૉ-ઓર્ડીનેટર ભાવિકા વસાવાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું,
જેમાં તમામ અધ્યાપકગણ તથા પ્રશિક્ષણાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ પ્રશિક્ષણાર્થીઓમાં એચઆઈવી એઈડ્સ અંગેની સભાનતા કેળવાય અને માર્ગદર્શન મળી રહે તે માટેનો હતો. આ કાર્યક્રમમાં સેમેસ્ટર – ૧ની પ્રશિક્ષણાર્થી ફાલ્ગુનીબેન લાડવૈયાએ એઈડ્સ એટલે શું ? તેનો પરિચય આપ્યો હતો,
જ્યારે કૉલેજના પ્રાધ્યાપિકા આરતીબેન પટેલ દ્વારા એચઆઈવી એઇડ્સનો ફેલાવો કેવી રીતે થાય?, તેના લક્ષણો, યુવાનોને મૂંઝવતા પ્રશ્નો અને એચઆઈવી એઈડ્સને અટકાવવા યુવાનો શું કરી શકે? તેની સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી, જ્યારે આ કાર્યક્રમનું સંચાલન પ્રશિક્ષણાર્થી દર્શના ડામોરે કર્યું હતું.
કાર્યક્રમના અંતે એઈડ્સ અંગેની સભાનતાને લગતું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનાં સુંદર આયોજન અને સફળતા બદલ સંસ્થાના ચેરમેનશ્રી ગીરીશ પટેલ અને સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ કેમ્પસના તમામ ટ્રસ્ટીગણ – જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ તથા આચાર્યશ્રી ડૉ.પ્રભાત કાસરાએ તમામ અધ્યાપકગણ અને તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.