Western Times News

Gujarati News

હાઈવે પરની હોટલો ઉપર પેકીંગ નાસ્તામાં ઉઘાડી લૂંટ

પ્રતિકાત્મક

સાબરકાંઠા-અરવલ્લીમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર એમ.આર.પી. કિંમત કરતાં વધુ ભાવ વસુલાતો હોવાની ફરિયાદ 

શામળાજી, સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે ૮ ઉપરની હોટલો ઉપર મુસાફરો ભરીને જતી ખાનગી લકઝરી બસો રોકાણ કરે તે સમયે હોટલો ઉપર પેકીંગ નાસ્તામાં એમ.આર.પી. કિંમત કરતાં વધુ ભાવ વસુલાતો હોવાની ફરિયાદ ઉઠી છે.

નેશનલ હાઈવે ઉપર ચિલોડાથી શામળાજી સુધીની હાઈવેની હોટલો ઉપર ચોક્કસ હોટલોએ ખાનગી લકઝરી બસના ડ્રાઈવર-કંડ્‌કટરોએ મફતમાં ભોજન તેમજ ટીપ્સ અપાતી હોવાથી નિયત કરેલી હોટલો ઉપર ખાનગી લકઝરી બસો થોભાવી દેવાય છે. છેલ્લા કેટલાય સમયથી પેકીંગ નાસ્તામાં એમ.આર.પી.કરતાં પણ રૂા.૨થી ૫ વધારે લેવાતા હોવાની બુ મુસાફરોમાંથી ઉઠવા પામી છે.

સરકારે એમ.આર.પી.એટલે મેક્સીમમ રીટેલ પ્રાઈઝ કરતાં એક પૈસો પણ વધારે ન લઈ શકાય તેવો કાયદો અમલમાં મૂક્યો છે છતાં ખાદ્ય સામગ્રીમાં તેનું કોઈ પાલન કરનાર કે અમલ કરાવનાર જ કોઈ ન હોય તેવી સ્થિતિ છે. જિલ્લાના નેશનલ હાઈવે નં.૮ ઉપર રાજસ્થાનમાંથી મુંબઈ તેમજ મુંબઈ સહિતના દૂરના સ્થળોથી રાજસ્થાન તરફ રોજ હજારો મુસાફરો ખાનગી લકઝરી બસ મારફતે આવન જાવન કરી રહ્યા છે

જેમાં ખાનગી લકઝરી ટ્રાવેલ્સનાં સંચાલકોએ અગાઉથી જ ચોક્કસ હોટલો સાથે સેટીંગ ગોઢવ્યું હોવાથી ડ્રાઈવર-કંડકટરો હાઈવેની ચોક્કસ હોટલો ઉપર જ લકઝરી બસો થોભાવતા હોય છે પરંતુ હોટલો ઉપર મુસાફરો સાથે લૂંટ ચલાવાતી હોય છે. ખાસ કરીને પેકીંગ નાસ્તાના પેકેટમાં વધુ ભાવ લેવાય છે.

દૂરના સ્થળોથી હોટલ ઉપર થોભતા મુસાફરો ભોજનના બદલે વેફર તેમજ અન્ય નાસ્તો ખરીદે છે પરંતુ એમ.આર.પી.કિંમત કરતાં પણ હોટલવાળા રૂા.૨થી ૫ વધુ વસુલી રહ્યા છે. જ્યારે ચોક્કસ હોટલ ઉપર લકઝરી થોભાવવા માટે હોટલ સંચાલકો દ્વારા ડ્રાઈવર-કંડ્‌કટરોને મફતમાં ભોજન ઉપરાંત રોકડમાં ખાસ ટીપ્સ આપવામાં આવતી હોય છે

જેથી મુસાફરો પાસે ભલે વધુ ભાવ વસુલવામાં આવતો હોય તેમ છતાં ચોક્કસ હોટલ ઉપર જ ખાનગી લકઝરી બસો થોભાવી દેવાતી હોય છે. ને. હાઈવે નં.૮ની બંને સાઈડમાં ચિલોડાથી શામળાજી સુધીની ૧૦૦થી પ વધુ હોટલો આવેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.