કાજાેલ સાસુને મા કે મમ્મીજી કહીને નથી બોલાવતી!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Kajal.jpg)
મુંબઈ, કાજાેલ અને અજય દેવગણ બોલિવુડના એવા કપલ્સ પૈકીના એક છે જે લગ્નના વર્ષો પછી પણ પ્રેમ અકબંધ રહી શકે છે તેની અનુભૂતિ કરાવે છે. કાજાેલ અને અજયની જાેડીએ રીલથી રિયલ લાઈફની મજલ કાપી છે. ચાર વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ અજય અને કાજાેલે ૧૯૯૯માં લગ્ન કર્યા હતા. કાજાેલ અને અજયની પ્રેમકહાનીની ચર્ચા તો અનેકવાર થઈ ચૂકી છે.
હાલમાં જ કાજાેલે એક ઈન્ટરવ્યૂમાં પોતાના સાસુ સાથેના સંબંધ વિશે વિસ્તૃત રીતે વાત કરી છે. ટિ્વન્કલ ખન્નાને આપેલા ઈન્ટરવ્યૂમાં કાજાેલે જણાવ્યું છે કે, તેના સાસુ વિના દેવગણ હંમેશા તેની પડખે રહ્યા છે અને તેમના માટેનું માન રોજેરોજ વધતું રહ્યું છે.
કાજાેલે સાસુ સાથેનો સુંદર સંબંધ વિશે વાત કરતાં જણાવ્યું કે, તેના સાસુને આંટીમાંથી મમ્મી કે મમ્મીજી કહેવું રાતોરાત સરળ નહોતું થયું. હકીકેત વિના દેવગણે ક્યારેય કાજાેલને મા કે મમ્મી કહેવાનો આગ્રહ નથી કર્યો કે ફરજ નથી પાડી. કાજાેલે એક કિસ્સો શેર કર્યો જ્યાં વિના દેવગણની બહેનપણીઓએ તેમને સવાલ કર્યો હતો કે, કાજાેલ તેમને મમ્મી કેમ નથી કહેતી.
એક્ટ્રેસે આ વિશે વિસ્તારથી જણાવતાં કહ્યું, “સદ્નસીબે મારા સાસુએ મને સમય અને સ્પેસ આપી છે. એક વખત અમે બેઠા હતા અને તેમની કેટલીક બહેનપણીઓ આવી હતી ત્યારે તેમણે સવાલ કર્યો હતો કે, ‘અરે, આ તને મમ્મી નથી કહેતી? મા પણ નથી કહેતી?’ ત્યારે મારા સાસુએ ગર્વથી તેમને જવાબ આપ્યો હતો કે, ‘જ્યારે તે મા બનશે ત્યારે તેના દિલથી નીકળશે, મગજમાંથી નહીં’.
આ સાંભળીને હું ગદ્ગદ થઈ ગઈ હતી. તેમણે મને સમય આપ્યો હતો, અમારા સંબંધમાં ખીલવાનો અને આ જ રીતે તેઓ મને સ્પેસ આપતા રહે છે. હું તેમને ખૂબ માન આપું છું અને આ ઘટના પછી તો તેમના પ્રત્યેનું માન ઓર વધી ગયું હતું.
કાજાેલ અને અજય દેવગણ બંને વિના દેવગણને ખૂબ પ્રેમ કરે છે. આ વર્ષે વિના દેવગણના બર્થ ડે પર કાજાેલે તેમના માટે સુંદર પોસ્ટ મૂકી હતી. તેણે લખ્યું હતું, “છેલ્લા ૨૨ વર્ષથી મારા પાર્ટનર ઈન ક્રાઈમ અને ક્રેબને જન્મદિવસની શુભેચ્છા. તમારું સ્મિત ક્યારેય ઘટે નહીં.”SSS