ખોખરામાં યુવકની હત્યા : પત્નિ અને પુત્ર ગંભીર
રૂપિયાની ઉઘરાણીમાં આરોપીઓએ યુવકના પરિવાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા નાસભાગ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં Ahmedabad, Gujarat કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે હત્યા અને હુમલાની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી ગઈ છે પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ હુમલા કરવામાં આવી રહયા છે શહેરના ખોખરા વિસ્તારમાં (khokhra area) પણ ગઈકાલે મોડી સાંજે આવી જ એક ઘટના ઘટી છે જેમાં ઉધાર આપેલા રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલા આરોપીએ તેના બે સાગરિતો સાથે ઉઘરાણી કરતા યુવકના ઘરે જઈ હંગામો મચાવ્યો હતો.
તીક્ષ્ણ હથિયારો સાથે યુવક અને તેની પત્નિ તથા પુત્ર ઉપર હુમલો કરી તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા મારતા યુવકનું કમકમાટીભર્યું મોત (youth stabbed to death) નીપજયું હતું. જયારે માતા-પુત્ર ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઈ હતી અને લોકોમાં રોષ પણ જાવા મળતો હતો ઘટના બાદ હુમલાખોરો પલાયન થઈ ગયા હતા બીજીબાજુ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે શહેરમાં એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે શહેરમાં હત્યાની નિયમિત ઘટનાઓથી પોલીસતંત્ર પણ ચોંકી ઉઠયું છે કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને થાળે પાડવા પોલીસતંત્ર સક્રિય બનેલુ છે જયારે બીજીબાજુ આ પરિસ્થિતિ શહેરના ખોખરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે.
ખોખરા વિસ્તારમાં ભાઈપુરા પાસે આવેલી બાબુભાઈની ચાલીમાં (Bhaipura, Babubhai Chali, Khokhra) સુરેશભાઈ સોનવાણે Suresh Sonavane તેની પત્નિ મોસુબેન અને પુત્ર સચિન રહે છે થોડા સમય પહેલા સુરેશભાઈએ ખોખરામાં જ ભાઈપુરા પાસે આવેલી પંજાબી ટાવરવાલાની Punjabi Towerwala ચાલીમાં રહેતા દામુભાઈને Damubhai રૂપિયા આપ્યા હતા વાયદા મુજબ રૂપિયા પરત નહી કરતા સુરેશભાઈએ દામુભાઈ પાસે ઉઘરાણી શરૂ કરી હતી જેના પરિણામે બંને વચ્ચે બોલાચાલી થવા લાગી હતી.
દામુભાઈ રૂપિયા આપવાના બદલે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેના પરિણામે સુરેશભાઈ પણ ઉઘરાણી કરવા લાગતા ગઈકાલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ ઘટના બાદ સુરેશભાઈ પોતાના ઘરે પરત ફર્યો હતો બીજીબાજુ દામુભાઈ ઉઘરાણીથી કંટાળી ગયા હતા અને તેઓએ આ મુદ્દે અદાવત રાખીને ગઈકાલે મોડી સાંજે તેના બે સાગરિતો દિનેશ ઉર્ફે વિનુ અને મંગળ નામના શખ્સોને સાથે રાખી તીક્ષ્ણ હથિયારો સાથે બાબુભાઈની ચાલીમાં પહોંચી ગયા હતા અને સુરેશભાઈ ઘર પાસે જઈ બુમાબુમ કરવા લાગ્યા હતા.
હાથમાં તલવારો અને પાઈપો (Sword and pipe) જાેઈ આસપાસના નાગરિકો પણ ગભરાઈ ગયા હતા આ દરમિયાનમાં સુરેશભાઈ ઘરની બહાર નીકળતા આરોપીઓ દામુ, દિનેશ અને મંગળ ત્રણેય જણાં તીક્ષણ હથિયારો સાથે સુરેશભાઈ પર (Attacked on Sureshbhai with pipe, sword and knife) તૂટી પડયા હતા અને તેમના આખા શરીરે તલવાર અને ચપ્પાના ઘા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં આ દ્રશ્ય જાઈ તેઓની પત્ની મોસુબેન પતિને બચાવવા વચ્ચે પડયા હતા.
પરંતુ દિનેશે મોસુબેનને પકડી રાખી તેઓના ઉપર પણ તલવારના ઘા ઝીંકી દેતા તેમને પેટ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ પણ ઢળી પડયા હતા આ દરમિયાનમાં સુરેશભાઈનો પુત્ર સચિન પણ માતા પિતાને બચાવવા દોડી આવ્યો હતો પરંતુ આરોપીઓએ આ કિશોર ઉપર પણ હુમલો કરી તેને પણ માથાના તથા શરીરના અન્ય ભાગો પર તલવારના ઘા ઝીંકી દેતા માતા-પિતા અને પુત્ર ત્રણેય જણાં લોહીલુહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડયા હતા.
આ દ્રશ્ય જાઈ સમગ્ર ચાલીમાં ભારે હોહામચી ગઈ હતી અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા બીજીબાજુ લોકોનુ ટોળુ એકત્ર થતા ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી છુટયા હતા.
સ્થાનિક નાગરિકોએ આ ઘટનાની જાણ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને કરતા જ બંને તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક ગંભીર હાલતમાં સુરેશભાઈ તેમના પત્નિ મોસુબેન અને પુત્ર સચિનને સારવાર અર્થે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
જાકે સુરેશભાઈનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું જયારે મોસુબેન અને તેમના પુત્ર સચિનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જયાં તેમની હાલત ખૂબજ નાજુક છે. ખોખરા પોલીસે તાત્કાલિક આ અંગે હત્યારા આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે. એક જ પરિવાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાની ઘટનાના પગલે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે
મૃત્યુ પામેલા સુરેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે બીજીબાજુ આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે તેમના ઘરે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ વહેલી સવાર સુધી આરોપીઓનો પત્તો લાગ્યો નહી હોવાનું જાણવા મળી રહયું છે.