Western Times News

Gujarati News

આયુર્વેદ દ્વારા ડાયાબિટીસની સારવાર અંગે જાપીએ માધવબાગના સંશોધન પત્રને માન્યતા આપી

અમદાવાદ, આયુર્વેદમાં આપેલી પંચકર્મ પદ્ધતિની મદદથી ટાઈપ 2 ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડી શકાય છે. માધવબાગના ઘણા દર્દીઓએ ડાયાબિટીસ પર કાબુ મેળવ્યો છે અને ત્રણથી ચાર વર્ષ પછી પણ તેમના શરીરમાં બ્લડ સુગર નોર્મલ છે અને તેઓ દવાઓ વિના જીવન જીવી રહ્યા છે.

માધવબાગ એ આયુર્વેદની પંચકર્મ પદ્ધતિ ઘ્વારા કરેલ આ સંશોધનને જર્નલ ફિઝિશિયન એસોસિએશન ઓફ ઈન્ડિયામાં પણ પ્રકાશિત કરેલું છે. સંવાદ પરિષદ દરમિયાન ડો.રાહુલ મંડોલે અને માધવબાગના ઝોનલ મેડિકલ હેડ ડૉ. સાદિક ખાન, ડૉ. જીનલ ઠક્કર, ડૉ. પૂનમ પટેલ, ડૉ. અવનિશ ઠક્કર, ડૉ. કૃતિકા પાટીદાર, ડૉ. શિવરામસિંહ ચૌધરી, ડૉ. રાધિકા ઉપાધ્યાય, ડૉ. સ્મિતા પ્રજાપતિ વગેરે તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

ડો. રાહુલ મંડોલેએ જણાવ્યું હતું કે વર્ષ 2018માં ડાયાબિટીસ ટાઈપ 2 ના કુલ 82 દર્દીઓની જીવનશૈલી પર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ સંશોધનનું શીર્ષક ‘ટાઈપ 2 ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે આયુર્વેદ અને આહારમાં ફેરફાર’ હતું.

ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓની જીવનશૈલી પર આધારીત આ સંશોધનમાં અમે દર્દીઓને ત્રણ મહિના માટે ડાયેટ બોક્સ અને ડાયાબિટીસ રિવર્સલ પંચકર્મની સારવાર આપવામાં આવી. આ પછી દર્દીઓનો જીટીટી ટેસ્ટ (ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ) કરવામાં આવ્યો હતો.

આ ટેસ્ટમાં સાબિત થયું કે  75 ગ્રામ ખાંડ ખાધા પછી પણ દર્દીની સુગર સામાન્ય આવી હતી. એટલે કે, આ દર્દીઓના લોહીમાં ખાંડને પચાવવાની ક્ષમતા સામાન્ય, નોન-ડાયાબિટીસ ધરાવતા લોકો જેવી જ હતી. અમે આ દર્દીઓને એક વર્ષ સુધી ડાયાબિટીસની કોઈ પણ એલોપેથિક દવાઓ આપ્યા વિના ડોકટરોની દેખરેખમાં રાખ્યા હતા.

એક વર્ષ પછી, તેમનું ફરીથી જીટીટી ટેસ્ટ (ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ) કરવામાં આવ્યો  હતો, સાથેજ ત્રણ મહિના નું અવેરેજ બતાવતું ગોલ્ડ સ્ટાન્ડર્ડ HBA1C ટેસ્ટ પણ કરવમાં આવ્યો  હતો, આ તપાસમાં, એક વર્ષ પછી  કુલ 82 દર્દીઓમાંથી  76 દર્દીઓમાં HbA1c ના આંકડા સામાન્ય જોવા મળ્યા હતા.

એકંદરે આ અભ્યાશનું નિષ્કર્ષ જોઈએ તો 92 ટકા દર્દીઓના લોહીમાં શુગરનું પ્રમાણ એક વર્ષ સુધી કોઈ દવા લીધા વિના પણ સામાન્ય રહ્યું. બીજા શબ્દોમાં કહીએ તો, તે દર્દીઓ હવે  નોન-ડાયાબિટીક હતા. મતલબ કે એક વખત ડાયાબિટીસ થઈ જાય પછી તે પાછો આવતો નથી અને આ વાત આ સંશોધન દ્વારા સાબિત થઇ છે. આ જ સંશોધન જર્નલ ફિઝિશિયન એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આ વર્ષે સપ્ટેમ્બરમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા માધવબાગના મુંબઈ સ્થિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેડ ડો.રાહુલ મંડોલેએ ઉપરોક્ત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ભારતને ડાયાબિટીસના કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે.

દેશમાં ડાયાબિટીસ મોટી સંખ્યામાં ફેલાઈ રહ્યો છે. આજે દરેક ઘરમાં ઓછામાં ઓછો એક ડાયાબિટીસનો દર્દી જોવા મળે છે. વળી, સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે એકવાર ડાયાબિટીસ થઈ જાય પછી તે ક્યારેય મટી શકતું નથી. તમે ડાયાબિટીસ ને  ફક્ત નિયંત્રણમાં રાખી શકો છો અને આ માટે તમારે આજીવન દવાઓ અથવા ઇન્સ્યુલિન લેવાની જરૂર પડે છે.

એ જ રીતે, ડાયાબિટીસને કારણે ઊભી થતી ગંભીર બીમારીઓ જેમ કે હૃદયરોગ, હૃદયરોગનો હુમલો, કિડનીની ફેલ્યુર ,આંખે ઓછું દેખાવું વગેરેનો સામનો માત્ર ચાલીસ વર્ષ કે તેથી વધુ વયના લોકો જ નહીં પરંતુ ત્રીસ વર્ષથી ઓછી વયના યુવાવર્ગ પણ કરી રહ્યા છે.

તેનું એક મહત્ત્વનું કારણ બદલાયેલી અને અયોગ્ય જીવનશૈલી અને ડાયાબિટીસના રોગ અંગેની અધૂરી માહિતી છે. આ વિષયમાં ડો. રાહુલ મંડોલે એ માર્ગદર્શન  આપ્યું છે. સાથે જ માધવબાગના ઝોનલ મેડિકલ હેડ ડૉ. સાદિક ખાન એ  સ્પષ્ટતા કરી કે, આયુર્વેદિક પંચકર્મ પદ્ધતિ એ ડાયાબિટીસના દર્દીઓ માટે “સંજીવની” છે.

ગુજરાતમાં માધવબાગ ની કુલ ૧૩ ક્લિનિક્સ છે,  જે અમદાવાદ, વડોદરા અને  સુરત શહેરોમાં તમારી સેવા કરવા તત્ત્પર છે. તેમાંથી અમદાવાદ શહેરમાં મણિનગર, શાહીબાગ, પાલડી, ચાંદખેડા, સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોપલ આમ કુલ ૭ ક્લિનિક્સ ઉપલબ્ધ છે. વડોદરા શહેરમાં ઓ.પી રોડ, નિઝામપુરા, માંજલપુર, વીઆઇપી રોડ, ગોત્રી રોડ, આમ ૫ ક્લિનિક્સ ઉપ્લબ્ધ છે. અને સુરત માં ઉધના રોડ ખાતે એક ક્લિનિક છે.

છેલ્લા ત્રણ વર્ષમાં, માધવબાગ સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં 10,000 થી વધુ દર્દીઓને ડાયાબિટીસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પંચકર્મ, આહાર, વ્યાયામ અને આયુર્વેદ દવાઓ દ્વારા લોકોને આ રોગમાંથી મુક્તિ તો મળી જ છે પરંતુ હવે કોઈપણ પ્રકારની દવાઓ વિના તેમની સુગર કંટ્રોલમાં છે.

માધવબાગ સંસ્થા ઘ્વારા દર વર્ષે આવા યોદ્ધાઓનું સન્માન કરવામાં આવે છે. જેઓ ડાયાબિટીસને હરાવી દે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને તબીબો ઉપસ્થિત હોય છે. આ દરમિયાન દર્દીઓ રોગમુક્ત થયા બાદ તેમના અનુભવો પણ શેર કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.