શહેરમાં સવારે સુર્ય નારાયણે દર્શન દેતા ખેલૈયા ખુશખુશાલ
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં નવલા નોરતાના પ્રારંભથી જ વરસાદ યથાવત રહેતા ખૈલેયાઓ અને આયોજકો નિરાશ થયા છે શહેરમાં જાહેર સ્થળોએ યોજાતા ગરબા મહોત્સવ બંધ રાખવાની ફરજ પડી છે ગઈકાલે બીજા દિવસે પણ વરસાદના કારણે શેરીઓમાં ગરબા યોજાયા હતા.
પરંતુ આજે સવારે સુર્ય દેવતાએ દર્શન દેતા જ ખૈલેયાઓએ હાશકારો અનુભવ્યો છે અને આજે ગરબા યોજાય તેવી શકયતાથી ખૈલેયાઓમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે બીજીબાજુ ગઈકાલે સાંજે પડેલા વરસાદના પગલે વાયબ્રંટ મહોત્સવ સહિતના સ્થળો પર તોફાની પવનના કારણે ટેન્ટ અને હો‹ડગ્સો ધરાશાયી થઈ ગયેલા છે અને પાણી પણ ભરાઈ ગયા છે જાકે આ પરિસ્થિતિને પહોંચી વળવા સવારથી જ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં આ વર્ષે અનરાધાર વરસાદ વરસી રહયો છે અને સીઝનના કુલ વરસાદ કરતા દોઢ ગણો વરસાદ પડતાં રાજયભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ગુજરાત ઉપર કેન્દ્રીત થયેલી લો પ્રેશર સિસ્ટમ નબળી પડી રહી છે ત્યારે હજુ પણ વરસાદનું જાર જાવા મળી રહયું છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલ સાંજથી તોફાની પવન સાથે વરસાદ પડયો હતો જેના પરિણામે ગરબા મહોત્સવના સ્થળ પર વ્યાપક નુકશાન થયું હતું અને ફરી વખત પાણી ભરાતા આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતાં જાકે અગાઉથી જ જાહેર સ્થળો પર બે દિવસ ગરબા મહોત્સવ બંધ રાખવાની ફરજ પડી હતી પરંતુ ગઈકાલે પડેલા વરસાદથી આયોજકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે.
શહેરભરમાં ગઈકાલ રાતના વરસાદથી પરિસ્થિતિ વધુ વિકટ બની હતી અને ખૈલેયાઓ મુંઝવણમાં મુકાયા હતા આ દરમિયાનમાં આજે સવારે સુર્ય દેવતાએ દર્શન દેતા ખુશાલીનું મોજુ ફરી વળ્યું હતું શહેરભરમાં તડકો નીકળતા આયોજકોએ પણ હાશકારો અનુભવ્યો હતો જાકે સુર્ય નારાયણ સંતાકૂકડી રમતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે હજુ પણ વાદળો છવાયેલા હોવાથી વરસાદની આગાહી કરવામાં આવેલી છે.
ગઈકાલે રાતે પડેલા વરસાદના કારણે ગુજરાત સરકાર દ્વારા આયોજીત વાયબ્રંટ મહોત્સવના જીએમડીસી સ્થળ પર ટેન્ટને ભારે નુકસાન પહોચ્યું હતું જયારે હો‹ડગ્સો ધરાશાયી થઈ ગયા હતા અને પાણી પણ વધુ ભરાયા હતા પરંતુ સવારથી જ મેઘરાજાએ ખમૈયા કરતા તાત્કાલિક પાણી ના નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તથા ટેન્ટ અને મરામતની કામગીરી શરૂ કરાઈ છે.