મત આપવા જશો નહીં તો, ચૂંટણી પંચ ખાતામાંથી ૩૫૦ રૂપિયા કાપી લેશે!!?, ફેક મેસેજ ફરતો થયો

નવીદિલ્હી, એક બાજૂ દરેક વ્યક્તિને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ચૂંટણી પંચ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહિત તમામ રાજકીય પાર્ટીઓ પ્રેરિત કરે છે.
બીજી બાજૂ એક લેખ હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જાે પમ લોકસભા ચૂંટણીમાં વોટ નહીં નાખે તેના બેંક અકાઉન્ટમાંથી ચૂંટણી પંચ દ્વારા ૩૫૦ રૂપિયા કાપી લેશે.છેલ્લા કેટલાક દિવસોથી આ લેખ સોશિયલ મીડિયા પર બરાબરનો વાયરલ થઈ રહ્યો છે. તેના દ્વારા લોકોના બેંક અકાઉન્ટમાંથી પૈસા કાપવાની વાતને લઈને લોકો કમેન્ટ કરી રહ્યા છે. તો આવો જાણીએ શું છે આ વાયરલ મેસેજની સચ્ચાઈ.
હકીકતમાં એક લેખમાં આવો દાવો કરવામાં આવ્યો છે કે, ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં જે મતદાર મતદાન નહીં કરે તેના ખાતામાંથી ચૂંટણી પંચ ૩૫૦ રૂપિયા કાપી લેશે. સાથે જ એવું પણ કહેવાયું છે કે, ચૂંટણી પંચ મતદાનથી દૂર ભાગતા લોકો પર ગાળિયો કસવા માટે નવો આદેશ જાહેર કર્યો છે. અને વોટ નહીં આપવાનારા લોકોની ઓળખાણ આધાર કાર્ડ દ્વારા થશે. જે બાદ કાર્ડથી લિંક બેંક અકાઉન્ટમાંથી પૈસા કાપી લેવામાં આવશે.
આ લેખમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચૂંટણી પંચે પહેલાથી કોર્ટ પાસેથી મંજૂરી લીધી છે. આ દરમિયાન તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે મતદાતા વોટ આપવા નથી જતાં તેમના પર ચૂંટણી પંચે કરેલો ખર્ચ વ્યર્થ જાય છે, જેથી નુકસાનીની વસૂલી કરવા માટે આ રૂપિયા કાપવામાં આવશે.
પીઆઇબી ફેક્ટ ચેકના સત્તાવાર ટિ્વટર અકાઉન્ટથી વાયરલ મેસેજને સમગ્રપણે નકલી ગણાવ્યો છે. તેમણે લખ્યું છે કે, લોકસભા ચૂંટણીમાં જે મતદાતા પોતાના મતાધિકારનો પ્રયોગ નહીં કરે, તેના ખાતામાંથી ૩૫૦ રૂપિયા કાપવામાં આવશે, તે દાવો તદ્દન ખોટો છે.
આગળ લખ્યું છે કે, ચૂંટણી પંચ તરફથી આવો કોઈ આદેશ આપ્યો નથી. આવી અફવા ભરેલી ખબરો શેર કરવી નહીં. પીઆઈબીએ ફેક્ટ ચેક કરીને જણાવ્યુ છે કે, આવી કોઈ પણ ખબર અથવા મેસેજને ફેક્ટ ચેક કર્યા વગર શેર કરવી નહીં.
જાે આપને પણ કોઈ આવા કોઈ મેસેજને લઈને શંકા જાય છે, તો આપ પણ PIB ફેક્ટ ચેકમાં તેની જાણકારી આપી શકો છો. આ ઉપરાંત ફોન નંબર ૮૭૯૯૭૧૧૨૫૯ અથવા તો ઓનલાઈન તેની ફરિયાદ કરી શકો છો.HS