ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા પડેલી મગફળી પલળી, ખેડૂતોએ કરી વળતરની માંગ
ભાવનગર, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને વેપારીની મગફળી પલળી ગઈ છે. હવામાન વિભાગે અગાઉ કમોસમી વરસાદની જાહેરાત કરી હતી જાે કે, યાર્ડના મેનેજમેન્ટના અભાવે નુકસાન થયું હોવાનો ખેડૂતોનો આરોપ છે, બીજી તરફ યાર્ડના સેક્રેટરી દાવો કરી રહ્યા છે કે, તેમણે ખેડૂતોને મગફળી ઢાંકવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુલ ૨૫ હજાર જેટલી મગફળીની ગુણી ખુલ્લામાં પડી હતી. જે કમોસમી વરસાદના લીધે પલળી ગઇ છે. આ મોટી નુકસાનીના પગલે ખેડૂતોએ સહાયની માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને, રાજયમાં વરસાદી મોસમ અને ઠંડીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજયમાં હજું બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે આજે રાજયના અનેક ઠેકાણે વરસાદ નોંધાયો છે.
શિયાળાની સીઝનમાં હાડ થિજાવતી ઠંડીની સાથેસાથે વરસાદનો પણ માહોલ જાેવા મળી રહ્યો. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી. અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા. ત્યારે ઉના અને ગીર-ગઢડા પંથકના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા છે.HS