Western Times News

Gujarati News

૪૦થી વધુની વયના લોકોને બૂસ્ટર ડોઝની ભલામણ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ લગાવવા માટે તૈયારીઓ શરુ કરી છે.

બીજી તરફ ભારતમાં પણ આ વેરિએન્ટની એન્ટ્રી થઈ ચુકી છે ત્યારે દેશની ટોચની વૈજ્ઞાનિક સંસ્થા ઈન્ડિયન સાર્સ કોવિડ ૨ જિનોમિક્સ સિક્વન્સિંગ કન્સોર્ટિયમે પણ ભારત સરકારને અપીલ કરી છે કે, ૪૦ વર્ષથી વધારે વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવા માટે વિચારણા કરવી જાેઈએ.

કોરોનાના જિનોમિક વેરિએશનને મોનિટર કરવા માટેની આ સંસ્થાએ પોતાના બુલેટિનમાં ઉપરોક્ત ભલામણ કરતા કહ્યુ છે કે, સૌથી પહેલા બૂસ્ટર ડોઝ માટે જે લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે તેમને પ્રાથમિકતા આપી જાેઈએ.

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં પણ સાંસદોએ કોરોના પરની ચર્ચા દરમિયાન બૂસ્ટર ડોઝની માંગણી કરી હતી. ભારતમાં અત્યાર સુધીમાં કર્ણાટકમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમણના બે કેસ સામે આવ્યા છે.બંને દર્દીઓએ વેક્સીનના બંને ડોઝ લીધા છે.તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જાેવા મળી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.